
રાષ્ટ્રપતિએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભારી ચાર્જ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કરી લીધું છે. તો બીજી તરફ ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભારી ચાર્જ આપવામાં આવ્યો છે.
કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના હાલના વિભાગો ઉપરાંત, તેઓ શિક્ષણ મંત્રાલયની જવાબદારી પણ સંભાળશે. પ્રધાનમંત્રીની સલાહ પર અને ભારતના બંધારણના અનુચ્છેદ 75 ના કલમ (2) હેઠળ, ભારતના રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે. વધુમાં, પ્રધાનમંત્રીની સલાહ પર, રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીને તેમના વર્તમાન વિભાગો સાથે શિક્ષણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે.
પ્રહલાદ જોશી હાલમાં ખાદ્ય અને ગ્રાહક બાબતોનો વિભાગ ધરાવે છે; હવે તેમને શિક્ષણ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે.
જંતર મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના વિરોધ વચ્ચે શનિવારે બપોરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. તેમણે પ્રધાનમંત્રી મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. પ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
Published On - 8:27 pm, Sat, 25 July 26