Breaking News: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો, અમે ઈઝરાયેલની સાથે છીએ – PM નરેન્દ્ર મોદી

ઈઝરાયેલ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે ઊભા છીએ.

Breaking News: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો, અમે ઈઝરાયેલની સાથે છીએ - PM નરેન્દ્ર મોદી
Narendra Modi - Benjamin Netanyahu
| Edited By: | Updated on: Oct 07, 2023 | 5:22 PM

હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં (Israel) આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે ઊભા છીએ.

પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસે શનિવારે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી. ગયા વર્ષે મે મહિના બાદ પહેલીવાર ગાઝા પટ્ટીમાંથી મિસાઈલ છોડવામાં આવી હતી. આ હુમલામાં ઘણા ઇઝરાયલી લોકોનો મોત થયા છે.

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમે ભારતના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.

ઈઝરાયેલમાં વધી રહેલા માનવતાવાદી સંકટ અંગે ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાની નિંદા કરતા પોસ્ટ કરી કે, “હું હાલમાં ઈઝરાયેલ પર થઈ રહેલા આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરું છું.” ઇઝરાયેલના સમર્થનની ખાતરી આપતા રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું, “હું પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનો સાથે મારી સંપૂર્ણ એકતા વ્યક્ત કરું છું.”

હમાસના હુમલામાં 22 લોકોના મોત

હમાસના રોકેટ હુમલામાં ઇઝરાયેલમાં 22 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં રોકેટ હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતની આશંકા છે. રોકેટ હુમલા બાદ મૃતકો અને ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:02 pm, Sat, 7 October 23