Breaking News : રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- આ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો

|

Mar 24, 2023 | 4:52 PM

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવું એ  કાયદા સમક્ષ આ એક રાજકીય મુદ્દો છે. છે. દેશમાં 2014થી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધી નિર્ભયતાથી નિવેદનો આપે છે.સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધીને સાચું બોલવા બદલ સજા મળી છે

Breaking News : રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- આ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો
Congress Press Conference On Rahul Gandhi Issue

Follow us on

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવું એ  કાયદા સમક્ષ આ એક રાજકીય મુદ્દો છે. છે. દેશમાં 2014થી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધી નિર્ભયતાથી નિવેદનો આપે છે.સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધીને સાચું બોલવા બદલ સજા મળી છે. સિંઘવીએ આરોપ લગાવ્યો કે સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે.જેમાં અભિષેક મનુ સિંધવીએ કહ્યું છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ સંવિધાનના નિયમોનું ભંગ કરીને કર્યું છે. જેમાં આર્ટીકલ 103નો ભંગ કર્યો છે.

ભારત જોડો યાત્રા કરવા માટે રાહુલ ગાંધીને કિંમત ચૂકવવી પડી છે : અભિષેક મનુ સિંઘવી

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે રાહુલ ગાંધી સંસદની અંદર અને બહાર બંને જગ્યાએ નિર્ભયતાથી બોલી રહ્યા છે. દેખીતી રીતે, તે તેની કિંમત ચૂકવી રહ્યો છે. સરકાર ગુસ્સામાં છે. આ સરકાર તેમનો અવાજ દબાવવા માટે નવી નવી તરકીબો શોધી રહી છે.ભારત જોડો યાત્રા કરવા માટે રાહુલ ગાંધીને કિંમત ચૂકવવી પડી છે.

અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા બદલ રાહુલ ગાંધી પર એક્શન લેવામાં આવ્યા  : જયરામ રમેશ

જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું  કે, અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા બદલ રાહુલ ગાંધી પર એક્શન લેવામાં આવ્યા છે. આ ધમકી, પ્રતિશોધ અને ઉત્પીડનની રાજનીતિ છે. ભારત જોડો યાત્રા દરમ્યાન યાત્રા અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે.આ માત્ર કાનૂની મુદ્દો નથી, આ એક ખૂબ જ ગંભીર રાજકીય મુદ્દો પણ છે, જે આપણા લોકતંત્રના ભવિષ્ય સાથે જોડાયેલો છે.  પીએમ મોદી સરકારની વેરની રાજનીતિ, ધમકીની રાજનીતિ અને હેરાનગતિની રાજનીતિનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

અમે તેને એક મોટો રાજકીય મુદ્દો પણ બનાવીશું : જયરામ રમેશ

અમે કાયદાકીય રીતે પણ આ અંગે લડીશું. જે કાયદો આપણને અધિકાર આપે છે, અમે તે અધિકારોનો ઉપયોગ કરીશું, પરંતુ આ પણ એક રાજકીય હરીફાઈ છે, અમે તેની સીધી લડાઈ કરીશું, અમે પીછેહઠ કરીશું નહીં, અમે ડરીશું  નહીં, અમે તેને એક મોટો રાજકીય મુદ્દો પણ બનાવીશું.રાહુલ ગાંધી ધમકીથી ડરશે નહિ. રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું કહ્યું કે ” જો ખુદ ડરતે હે વો હિ દૂસરો કો ડરાતે હે ”

વર્ષ 2024ને લઇને મહત્વનો સવાલ

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં જો મનાઈ હુકમ મળશે તો રાહુલ ગાંધી વર્ષ 2024માં ચુંટણી લડી શકશે. તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસે કહ્યું કે કાયદાકીય રીતે જો આ કેસમાં સ્ટે મળે તો રાહુલ ગાંધી વર્ષ 2024માં ચુંટણી લડી શકશે. પરંતુ અમને સરકાર તરફથી આની આશા ઓછી છે.

આ પણ  વાંચો : Breaking News : Rahul Gandhi 8 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી! જાણો કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ

 

Published On - 4:08 pm, Fri, 24 March 23

Next Article