Breaking News : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ત્રણ જવાનો શહીદ, જુઓ Video

|

Aug 05, 2023 | 7:39 AM

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા

Breaking News : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ત્રણ જવાનો શહીદ, જુઓ Video
Jammu and kashmir s-kulgam three soldiers martyred
Image Credit source: PTI

Follow us on

 Kulgam : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ (Martyr) થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ત્રણેયના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે.પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોને દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના હલન ફોરેસ્ટ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ તેમણે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. સર્ચ ઓપરેશન દરમિયાન આ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કર્યો હતો. સુરક્ષા દળોએ આ ફાયરિંગ પર જવાબી કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : Seema Haider: સીમા હૈદરે બગાડી અતિકની પત્ની પરવીનની બાજી, 12 કરોડનું કરાવ્યું નુકસાન

 


આ પણ વાંચો : Nuh Violence: નૂહ હિંસા બાદ સરકાર એક્શનમાં, ડેપ્યુટી કમિશનર અને SPની કરાઇ બદલી

ભારતીય સેનાએ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કુલગામમાં હલની ઊંચા શિખરો પર આતંકીઓ હોવાની સૂચના મળતા જ સુરક્ષા દળોએ 4 ઓગસ્ટ, 2023ના દિવસ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા અને પછી શહીદ થયા. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.

આ પહેલા પુંછ વિસ્તારમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઢેર કર્યા હતા. ભારતીય સેનાના સ્પેશલ ફોર્સ, નેશનલ રાઈફલ્સ અને જમ્મૂ-કશ્મીર પોલિસના જોઈન્ટ ઓપરેશન દ્વારા આ વિદેશી આતંકીવાદીઓને મારવામાં આવ્યા હતા. જમ્મુ અને કશ્મીરમાં વર્ષોથી ભારતીય સેનાના જવાનો પોતાના જીવના જોખમે દેશની રક્ષા માટે તૈનાત છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:02 am, Sat, 5 August 23

Next Article