Breaking News: આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે, આ ક્ષણ મુશ્કેલીઓનો દરિયો પાર કરવાની- PM નરેન્દ્ર મોદી

|

Aug 23, 2023 | 6:33 PM

ઈસરોએ રચ્યો ઈતિહાસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ને લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ISRO કેન્દ્રમાં જોડાયા છે. પીએમ મોદી ચંદ્રયાન 3ની લેન્ડિંગ પ્રક્રિયા જોઈ રહ્યા છે. PM મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગમાં છે.

Breaking News: આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે, આ ક્ષણ મુશ્કેલીઓનો દરિયો પાર કરવાની- PM નરેન્દ્ર મોદી
PM Narendra Modi

Follow us on

ઈસરોએ (ISRO) રચ્યો ઈતિહાસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ને (Chandrayaan 3) લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ISRO કેન્દ્રમાં જોડાયા છે. પીએમ મોદી ચંદ્રયાન 3ની લેન્ડિંગ પ્રક્રિયા જોઈ રહ્યા હતા. PM મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગમાં છે. ચંદ્રયાનનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયા બાદ PM નરેન્દ્ર મોદીએ ઈસરો અને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ અભૂતપૂર્વ છે. અમૃતકાળમાં સફળતાનું અમૃત વરસ્યું છે. પીએમ મોદીએ કહ્યું, આજે આપણે અવકાશમાં નવા ભારતની નવી ઉડાન જોઈ છે.

ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ

ઈસરોના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરતા જ ભારતે સ્વર્ણિમ ઈતિહાસ લખ્યો છે. આજે 23 ઓગસ્ટ, 2023ના દિવસે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે. ચંદ્રના સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન માનવજાતના ઈતિહાસનો સોનેરી સૂર્યોદય બની રહેશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ચંદ્ર પર ભારતનો જય જયકાર

વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચુઅલી ઈસરો સાથે જોડાયા હતા. ચંદ્રયાન 2ની નિષ્ફળતામાંથી શીખ લઈને ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ની સફળ સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરી હતી. ઈસરોના વૈજ્ઞાનિકોને કરેલા તે મહત્વના ફેરફારોને કારણે છેલ્લી 15 મિનિટમાં ચંદ્ર પર ભારતનો જય જયકાર થઈ રહ્યો છે.

આવનારા દિવસોમાં બાળકો કહેશે ચંદા મામા હવે ટૂરના

દેશ અને વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોની મહેનતથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ નથી પહોંચ્યો. આજથી ચંદ્રને લગતી દંતકથાઓ બદલાશે, વાર્તાઓ પણ બદલાશે અને નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે. ભારતમાં આપણે સૌ પૃથ્વીને માતા અને ચંદ્રને મામા કહીએ છીએ. એવું કહેવામાં આવતું હતું કે ચંદા મામા દૂર છે, પણ એક દિવસ એવું પણ કહેવાશે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા હવે ટૂરના છે.

આ દિવસ હારમાંથી બોધપાઠ લઈને વિજયનું પ્રતિક

તેમણે કહ્યું, અમે ભવિષ્ય માટે ઘણા મોટા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યા છે. ટૂંક સમયમાં ISRO સૂર્યના વિગતવાર અભ્યાસ માટે આદિત્ય મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. આ પછી શુક્ર પણ ઈસરોના લક્ષ્યોમાંથી એક છે. ભારત આ વાત વારંવાર સાબિત કરી રહ્યું છે. દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર વિજ્ઞાન અને ટેકનોલોજી છે. આ દિવસ આપણને બધાને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપશે. આ દિવસ હારમાંથી બોધપાઠ લઈને વિજય કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનું પ્રતીક છે.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:10 pm, Wed, 23 August 23

Next Article