BREAKING NEWS : ગુજરાતના મુસાફરો ભરેલ બસ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ખીણમાં ખાબકી, 7ના મોત

|

Aug 20, 2023 | 7:39 PM

પ્રાથમિક અહેવાલ અનુસાર, ઉત્તરકાશી નજીક ખીણમાં પડેલી બસ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની હતી. બસમાં 33 મુસાફરો સાથે ગંગોત્રી ધામથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી. બસ ગંગનાની પાસે ક્રોસ બેરિયર તોડી ઊંડી ખીણમાં પડી હતી.

BREAKING NEWS : ગુજરાતના મુસાફરો ભરેલ બસ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ખીણમાં ખાબકી, 7ના મોત
Bus overturned in Uttarkashi valley

Follow us on

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં 33 મુસાફરો સવાર હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ 20 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ઉત્તરાખંડની રાહત અને બચાવ ટીમ દ્વારા અન્યને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની બસ, 33 મુસાફરો સાથે ગંગોત્રી ધામથી પરત ફરી રહી હતી. તે સમયે આ બનાવ બન્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, ઉત્તરકાશી નજીક ખીણમાં પડેલી બસ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની હતી. બસમાં 33 મુસાફરો સાથે ગંગોત્રી ધામથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી. બસ ગંગનાની પાસે ક્રોસ બેરિયર તોડી ઊંડી ખીણમાં પડી હતી. જો કે ખીણમાં ભાગીરથી નદીના કિનારે કેટલાક ઘટાટોપ વૃક્ષો અને પર્વતના કાટમાળની મદદથી બસ ખીણમાં તળીયે જતી રોકાઈ ગઈ. આ દરમિયાન મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ, આ દુર્ઘટનાની માહિતી મળતાં જ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે તેમણે એક ટ્વિટ કરીને ઘટના અંગે દુંખ વ્યક્ત કર્યું છે.

ઘાયલ મુસાફરો વિશે માહિતી મેળવવા ફોન નંબર જાહેર

ઘટના અંગે માહિતી આપતા સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, ઘાયલોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખીણમાં પડેલ બસનો નંબર UK07PA 8585 છે. બસ દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ઘાયલ મુસાફરો વિશે માહિતી માટે, તમે 0134 222722, 222126 અને 7500337269 પર કૉલ કરી શકો છો.

Published On - 6:52 pm, Sun, 20 August 23

Next Article