Breaking News : બિહારમાં ભેંસો પર મહાભારત! સાચો માલિક કોણ છે? હવે DNA ટેસ્ટથી નક્કી થશે

બિહારના ગયામાં એક ભેંસના માલિકના હકને લઈ વિવાદ વધી ગયો છે. હવે આ સમગ્ર મામલો DNA ટેસ્ટ સુધી પહોંચ્યો છે. બે પક્ષ એક જ ભેંસ પર દાવો કરી રહ્યા છે. હવે પોલીસ ડીએનએ ટેસ્ટ દ્વારા સાચા માલિકની ઓળખ કરશે.

Breaking News  : બિહારમાં ભેંસો પર મહાભારત! સાચો માલિક કોણ છે? હવે DNA ટેસ્ટથી નક્કી થશે
Image Credit source: AI
| Updated on: Aug 26, 2026 | 2:12 PM

બિહારના ગયામાં એક ભેંસના માલિકના હકનો વિવાદ એટલો વધી ગયો છે કે, મામલો હવે પોલીસ સ્ટેશનમાંથી ડીએનએ ટેસ્ટ સુધી પહોચી ગયો છે. 2 પક્ષ એક જ ભેંસ પર પોતાનો દાવો કરી રહ્યો છે. એક પક્ષનું કહેવું છે કે, ભેંસ તેની છે. તો બીજો પક્ષ કહી રહ્યો છે કે, ભેંસ તેની છે. ભેંસની 4 વર્ષ પહેલા ચોરી થઈ હતી. હવે ભેંસ ઘરે પરત આવી છે.

આ સમગ્ર મામલો નૌરંગા ગામનો છે. વિવાદ વધ્યા બાદ, મગધ રેન્જના આઈજી વિકાસ વૈભવે આ મામલાને ગંભીરતાથી લીધો અને ભેંસના સાચા માલિકની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટનો આદેશ આપ્યો. ગ્રામીણ પોલીસ અધિક્ષક દિવ્યાંજલી જયસ્વાલને પણ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

4 વર્ષ પહેલા ભેંસ ખોવાઈ

મોહડાના ઉત્તર નિવાસી સુરજ યાદવની ભેંસ થોડા સમય પહેલા ગુમ થઈ હતી. તપાસ બાદ જાણ થઈ કે, ભેંસ ઉપથુના મહાચક ગામથી થઈ નૌરંગા ટોલી પહોંચી હતી. તેમજ પ્રકાશ માંઝીએ ભેંસને પોતાની પાસે રાખી હતી. હવે સુરજ યાદવને આની જાણકારી મળી તો નૌરેગા પહોંચ્યા હતા. ભેંસને પોતાની કહી પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ભેંસને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ બાદ તેને સૂરજ યાદવને સોંપી દીધી, પરંતુ આ પછી વિવાદ વધુ વધ્યો.

ભેંસના માલિકનો હકને લઈ બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પર એક પક્ષને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મામલો વધુ વકરતાં, ભેંસને પોલીસ સ્ટેશનમાં પાછી બોલાવવામાં આવી હતી. તે થોડા દિવસો સુધી ત્યાં રહી. હાલમાં, તેને સૂરજ યાદવને પાછી સોંપવામાં આવી છે.

આ કોની ભેંસ છે?

પ્રકાશ માંઝીનો દાવો છે કે તેમની ભેંસ લગભગ ચાર વર્ષ પહેલાં ચોરાઈ ગઈ હતી. જ્યારે ભેંસ જાતે નૌરંગા પહોંચી, ત્યારે તેણે પોતાનું જૂનું ઘર ઓળખી લીધું અને પાછી ફરી. એક તરફ, સૂરજ યાદવ દાવો કરે છે કે આ ભેંસ તેમની છે, જ્યારે બીજી તરફ, પ્રકાશ માંઝીના સમર્થકો દાવો કરે છે કે તે તેમની છે, જે ચાર વર્ષ પહેલાં ચોરાઈ ગઈ હતી. હવે, આ બે દાવાઓ વચ્ચે પોલીસ સામે સૌથી મોટો પડકાર એ છે કે સાચા માલિકને કેવી રીતે ઓળખવો.

Trending Video : ભિખારી બનીને યુટ્યુબરે 8 કલાકમાં 4 હજારની કમાણી કરી, લોકોએ કહ્યું આ છે Tax ફ્રી કમાણી જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.