
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા ખેલાડીઓના જાતીય સતામણીના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ જજ અશ્વિની પનવરે કેમેરા સામે ચુકાદો આપ્યો. તમને જણાવી દઈએ કે, કોર્ટે 10 મે 2024ના રોજ બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354 અને 354A હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યો હતો.
કોર્ટે બ્રિજભૂષણની સાથે સાથે તેના સહયોગી વિનોદ તોમર વિરુદ્ધ આરોપ નક્કી કર્યા હતા. મહિલા પહેલવાનોએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કોર્ટના આદેશ પછી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમણે જે પહેલા કહ્યું હતુ. તે હવે સાચું થયું છે. તેના વકીલે કહ્યું કે,કોર્ટના વિસ્તૃત આદેશની રાહ જોઈ રહ્યા હતા.તેમણે કહ્યું કે શરૂઆતથી જ તેમનો અભિપ્રાય એવો રહ્યો છે કે ફરિયાદ અને ફરિયાદીના નિવેદનો વચ્ચે ઘણી વિસંગતતાઓ અને વિરોધાભાસ હતા. વકીલના મતે, કોર્ટનો વિસ્તૃત આદેશ જલ્દી જાહેર કરવામાં આવશે. ત્યાર પછી આગળની કાનુની પ્રકિયા પર વિસ્તારથી ટિપ્પણી કરવામાં આવશે.
#WATCH | Delhi | After being acquited by the Delhi rouse Avenue Court in the Women wrestlers alleged sexual harassment case, Brij Bhushan Sharan Singh says, “होइहि सोइ जो राम रचि राखा। (What is meant to be will be, as destined by Lord Ram).” https://t.co/6O1R8HjBeD pic.twitter.com/pL4Ptu41Na
— ANI (@ANI) August 3, 2026
બ્રિજભૂષણ શરણ સિંહનો જન્મ 8 જાન્યુઆરી 1957ના રોજ ગોંડા, ઉત્તર પ્રદેશમાં રાજપૂતો, પ્યારી દેવી અને જગદંબા શરણ સિંહને ત્યાં થયો હતો.તેણે સાકેત પી.જી.માં કાયદાનો અભ્યાસ કર્યો છે.બ્રિજભૂષણ શરણ સિંહ એક ભારતીય રાજકારણી છે અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે 6 ટર્મથી સંસદ સભ્ય (MP) રહ્યા છે. તેમણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે.તેમને તેમના રાજકીય ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશના બાહુબલી તરીકે પણ ઓળખવામાં આવે છે.
Published On - 10:46 am, Mon, 3 August 26