Breaking News : સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હી હાઈકોર્ટ, IGI એરપોર્ટ ટર્મિનલ 3 સહિત છ સ્થળોએ બોમ્બની ધમકી

શુક્રવારે સવારે, દિલ્હી હાઈકોર્ટ અને ઈ્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રાજધાની દિલ્હીમાં છ સ્થળોએ બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી હતી. આના પગલે, દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે.

Breaking News : સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હી હાઈકોર્ટ, IGI એરપોર્ટ ટર્મિનલ 3 સહિત છ સ્થળોએ બોમ્બની ધમકી
| Updated on: Aug 14, 2026 | 2:05 PM

દિલ્હી ફાયર સર્વિસને ટાંકીને, સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે, દિલ્હી હાઈકોર્ટ ઉપરાંત, પાંચ અન્ય સ્થળોએ બોમ્બની ધમકીના કોલ પ્રાપ્ત થયા હતા. જામનગર હાઉસ, ઝાંડેવાલન ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ, એમબી સાકેત ઓફિસ, ડીએમ ઓફિસ, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 3 અને દિલ્હી કેન્ટ એસડીએમ ઓફિસ. આ તમામ સ્થળોએ ધમકી ભર્યા કોલને લઈને ત્વરીત ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી.

ઈમેલ દ્વારા બોમ્બ ધમકી મળી

દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ મુકવાની ધમકી ઈમેલ દ્વારા મળી હતી, જેના કારણે હાઈકોર્ટ સંકુલમાં ભયનો માહોલ ફેલાયો હતો. કોર્ટના સૂત્રોને ટાંકીને, સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે, હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે જરૂરી સહાય માટે દિલ્હી પોલીસના સંપર્કમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈમેલમાં આજે બપોરના 2:11 વાગ્યે દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઈમારતો ખાલી કરાવીને હાથ ધરાઈ તપાસ

હાઈકોર્ટ દ્વારા મળેલા ઈમેલમાં દિલ્હીના એરપોર્ટ અને અન્ય ઘણી ઈમારતોને પણ ધમકી આપવામાં આવી છે. હાલમાં, આ ઈમારતો ખાલી કરાવવામાં આવી છે, અને બોંબ કે અન્ય કોઈ સ્ફોટક પર્દાથની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગ, દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓની ટીમો સ્થળ પર હાજર છે.

ખાલિસ્તાન અને શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ

ઈમેલમાં લાલ કિલ્લો, દિલ્હી મેટ્રો અને અંબાલાથી આવતી ટ્રેનોને નિશાન બનાવવાની પણ ધમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. આ મેઈલમાં ખાલિસ્તાન અને 1984ના શીખ વિરોધી રમખાણોનો પણ ઉલ્લેખ હતો. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં અને દેશના અન્ય ભાગોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશને જણાવ્યું હતું કે આ ધમકી એક પ્રકારની બનાવટ હોય તેવું લાગે છે. “જોકે, તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા છે, અને આવશ્યક પગલાં લેવાઈ રહ્યાં છે.

 

 

Breaking News : ઉત્તરાખંડના ચમોલીમાં માયાપુર-પીપલકોટીમાં નિર્માણાધીન THDC ટનલમાં અકસ્માત, 7 કામદારના મોત

 

Published On - 1:44 pm, Fri, 14 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.