Breaking News: અતીક અહેમદ સુરક્ષિત રીતે પ્રયાગરાજ- નૈની જેલમાં પહોંચ્યો

|

Mar 27, 2023 | 6:16 PM

Atique Ahmed: ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. યુપી એસટીએફની ટીમ રવિવારે સાંજે 6 વાગ્યે ગુજરાતથી રવાના થઈ હતી.

Breaking News: અતીક અહેમદ સુરક્ષિત રીતે પ્રયાગરાજ- નૈની જેલમાં પહોંચ્યો
અતિક અહેમદ (ફાઇલ)

Follow us on

Atique Ahmed: ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. યુપી એસટીએફની ટીમ રવિવારે સાંજે 6 વાગ્યે ગુજરાતથી રવાના થઈ હતી. ગુજરાત-રાજસ્થાન સહિત 4 રાજ્યોને પાર કરીને અને 24 કલાકમાં 1300 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અતીક અહેમદ સાબરમતીથી પ્રયાગરાજની નૈની જેલમાં પહોંચી ગયો છે. આ પ્રવાસ દરમિયાન અતીકને લાવનાર ટુકડીએ 11 સ્ટોપ લીધા હતા. અતીક હવે અહીં મેડિકલ ટેસ્ટ કરાવશે.

કોર્ટના આદેશ પર, પ્રયાગરાજથી એસટીએફ સાથે પોલીસ અધિકારીઓ રવિવારે સવારે સાબરમતી જેલ પહોંચ્યા અને અતીકને તેમની કસ્ટડીમાં લેવા માટે કાગળની કાર્યવાહી શરૂ કરી. પોલીસ ટીમ અતીક અહેમદ સાથે ગઈકાલે સાંજે પોણા છ વાગ્યે, અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલથી ઉતર પ્રદેશના પ્રયાગરાજ જવા રવાના થઈ. અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. અતીકને લઈ જઈ રહેલા કાફલાએ અત્યાર સુધીમાં કુલ નવ સ્થળોએ નાનો મોટો વિરામ લીધો હતો.

આ પણ વાંચોઃ Atiq Ahmad History: એક સમયે આખું પૂર્વાંચલ તેનાથી ધ્રૂજતું હતું, જાણો અતીક અહેમદની સંપૂર્ણ કહાની

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અતિક અહેમદ જેલમાં બેઠા-બેઠા મોટો ગુનાને અંજામ આપતો હતો

ઉત્તરપ્રદેશથી આતિક અહેમદને ગુજરાત-અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. કારણકે, ઉત્તરપ્રદેશમાં રહીને જેલમાં પણ બેઠાબેઠા બહારની સમગ્ર ગતિવિધીઓ પર અંકુશ રાખવાની આ આરોપીમાં આવડત હતી. જેમાં યુપીની જેલમાં બેસીને આરોપી અતીક અહેમદ મર્ડર, અપહરણ સહિતનું રેકેટ ચલાવતો હોવાની વાત બહાર આવી હતી.

જેલમાં હોવા છતાં પોલીસના નાકે દમ કરનાર આતિક અહેમદને અંતે ગુજરાતની સૌથી મોટી જેલ સાબરમતી જેલમાં મોકલવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેને સાબરમતી મોકલવામાં આવ્યો હતો. હાલ આરોપી અતિક અહેમદ પર હત્યા, હત્યાનો પ્રયાસ, ફોજદારી ધાકધમકી અને હુમલા સહિતના 180થી વધુ કેસો છે.

ઉમેશપાલનું અપહરણ અને હત્યા કેસમાં અતિક અહેમદનું ઉત્તરપ્રદેશનું તેડું

હાલ અતિક અહેમદને ઉમેશ પાલ અપહરણ અને હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેને પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે અતીક 180 થી વધુ ફોજદારી કેસોમાં આરોપી છે, જેમાં સૌથી તાજેતરનો કેસ ઉમેશ પાલની અપહરણ અને હત્યાનો છે, જણે લઈ તેને હાલ યુપી પોલીસને સોંપવામાં આવ્યો છે.

જેલમાં રહી વ્હોટ્સએપ કોલ દ્વારા અતીક સમગ્ર સંચાલન કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આતિકે પોલીસ રેકોર્ડમાં સ્થાન મેળવનાર પરિવારના એકમાત્ર સભ્ય તરીકે શરૂઆત કરી. પરંતુ ટૂંક સમયમાં પરિવારના અન્ય લોકો પણ પોલીસની ઝપેટમાં આવી ગયા. પોલીસના રેકોર્ડ મુજબ અતીકના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ સામે 40થી વધુ ગુનાહિત કેસ પેન્ડિંગ હતા.

Published On - 5:53 pm, Mon, 27 March 23

Next Article