Breaking News : મધ્યપ્રદેશના સાતપુરા ભવનમાં લાગી ભીષણ આગ, ભયંકર આગ બુઝાવવા બોલવવી પડી આર્મી, જુઓ Video

Satpura Bhawan Fire : આ ઘટના રાજધાનીની સાતપુરા ભવનમાં બની છે. આ બિલ્ડિંગમાં મધ્યપ્રદેશ સરકારના ઘણા સરકારી વિભાગના કાર્યાલય પણ છે. આજે બપોરે સાતપુરા ભવનના ત્રીજા માળથી છઠ્ઠા માળ સુધી આગ લાગી હતી. આગ વિકરાળ બનતા બુઝવવા માટે આર્મી બોલવવી પડી હતી.

Breaking News : મધ્યપ્રદેશના સાતપુરા ભવનમાં લાગી ભીષણ આગ, ભયંકર આગ બુઝાવવા બોલવવી પડી આર્મી, જુઓ Video
Satpura Bhawan Fire
| Edited By: | Updated on: Jun 12, 2023 | 10:49 PM

Bhopal : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજે સોમવારના રોજ મોટી આગ લાગી છે. આ ઘટના રાજધાનીની સાતપુરા ભવનમાં (Satpura Bhawan) બની છે. આ બિલ્ડિંગમાં મધ્યપ્રદેશ સરકારના ઘણા સરકારી વિભાગના કાર્યાલય પણ છે. આજે બપોરે સાતપુરા ભવનના ત્રીજા માળથી છઠ્ઠા માળ સુધી આગ લાગી હતી. આગ વિકરાળ બનતા બુઝવવા માટે આર્મી બોલવવી પડી હતી.

આગને કાબુમાં લેવા માટે શિવરાજ સરકારે રક્ષા મંત્રાલય પાસે મદદ માગી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સોમવાર રાત્રે સેનાના હેલિકોપ્ટર ભોપાલ પહોંચ્યા હતા. સેનાના આ હેલિકોપ્ટરે આગ બુઝવવામાં મદદ કરી હતી. આગ બુઝાવવામાં ભારતીય સૈન્યના જવાનો એ પ્રશાસન અને ફાયર બ્રિગેડની મદદ કરી હતી.

સતપુડા ભવનમાં લાગી ભીષણ આગ

 

 

 

કોંગ્રેસનો ગંભીર આરોપ, કહ્યું- સરકારી ફાઈલ સળગાવવી રહી છે સરકાર

આગની આ ઘટના પર કોંગ્રેસે શિવરાજ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસે આ આગની ઘટનાને કાવતરું ગણાવ્યું છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ અરુણ સુભાષ યાદવે કહ્યું કે હવે ચૂંટણી નજીક છે તેથી સરકારી ફાઈલો સળગાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ચૌહાણે તપાસના આદેશ આપ્યા

મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે આગની આ ઘટના પર એક તપાસ સમિતિની રચના કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓ અને પ્રશાસનને આગ પર વહેલી તકે કાબૂ મેળવવા માટે સૂચનાઓ પણ આપી છે. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. જેઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

ફર્નિચર સહિત મહત્વના દસ્તાવેજો બળી ગયા

તમને જણાવી દઈએ કે સાતપુરા બિલ્ડીંગમાં ત્રીજા માળે સ્થિત અનુસૂચિત જનજાતિ ક્ષેત્રીય વિકાસની ઓફિસમાં પ્રથમ આગ લાગી હતી. આ પછી આગ ફેલાતી રહી. ધીરે ધીરે તે ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે પહોંચી ગયો. સરકારી વિભાગના ફર્નિચર સહિત અનેક મહત્વના દસ્તાવેજો બળી ગયા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:20 pm, Mon, 12 June 23