Hyundai બાદ હવે KFC અને Pizzahut એ પણ ઓકયું ઝેર, POKના સમર્થનમાં કરી પોસ્ટ

5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ (Kashmir Solidarity Day) ની ઉજવણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં દક્ષિણ કોરિયાની મોટર કંપની હ્યુન્ડાઈએ પાકિસ્તાન (Pakistan) ના સમર્થનમાં આ લખીને ભારતીયોનું લોહી ઉકાળ્યું હતું

Hyundai બાદ હવે KFC અને Pizzahut એ પણ ઓકયું ઝેર, POKના સમર્થનમાં કરી પોસ્ટ
Trending #Boycott Pizza hut, KFC and Hyundai on Social Media
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:47 PM

ભારત ભરમાં POKને લઈને એક મુદ્દે ભારે ચર્ચાઓ જગાવી છે અને #BoycottHyundai સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. પરંતુ આ સાથે સાથે જ કાશ્મીરની આઝાદી વાળી એક વર્ષ જૂની KFC પોસ્ટ અત્યારે ફરી વાયરલ થઈ રહી છે, અને hyundai બાદ PIzzahutpak ના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ POK મુદ્દે ‘અમે તમારી સાથે છીએ” અંગ્રેજીમાં લખાણ વાળી પોસ્ટ મૂકી છે. જેને લઈને ભારતીયોનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો છે.

આપને જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ (Kashmir Solidarity Day) ની ઉજવણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં દક્ષિણ કોરિયાની મોટર કંપની હ્યુન્ડાઈએ પાકિસ્તાન (Pakistan) ના સમર્થનમાં એક પોસ્ટ લખીને ભારતીયોનું લોહી ઉકાળ્યું હતું. મોટર કંપનીની આ પોસ્ટ જોયા બાદ ભારતીય યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને છે. વધુમાં ઓછું #BoycottHyundai ની સાથે સાથે #BoycottPIzzahutIN અને #BoycottKFC પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે ભારતીય યુઝર્સનો ગુસ્સો જોઈને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પાકિસ્તાનના સમર્થન વાળી પોસ્ટસ હટાવી દેવામાં આવી છે.

આવી જ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં એક યુઝર લખે છે કે આપણે આ બન્ને બ્રાન્ડ્સને અવગણવી જોઈએ

સોશિયલ મીડિયામાં ભારે ઉહાપો મછતાં જ KFC India એ ભારતીયોની માફી માંગી હતી અને પોસ્ટ પણ હટાવી દીધી હતી. KFC India પોતાના ટ્વિટર હેંડલમાં લખે છે કે, ‘દેશની બહારની કેટલીક KFC સોશિયલ મીડિયા ચેનલો પર પ્રકાશિત થયેલી પોસ્ટ માટે અમે દિલથી દિલગીર છીએ. અમે ભારતનું માન અને સન્માન કરીએ છીએ, અને તમામ ભારતીયોની ગર્વ સાથે સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ રહીએ છીએ

જ્યારે એક યુઝર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર KFC એપ અનઇન્સ્ટોલ કરતી પોસ્ટ શેર કરતાં લખે છે કે હું તેનો ડાઈ હાર્ડ ફેન હતો પરંતુ દેશ પહેલા…

આ પણ વાંચો: Hyundai પાકિસ્તાનની પોસ્ટ જોઈને ભારતીયો ગુસ્સે થયા, સોશિયલ મીડિયા પર ઉઠી #BoycottHyundaiની માંગ

આ પણ વાંચો: Lata Mangeshkar: દિવંગત લતા મંગેશકરના સન્માનમાં બહાર પાડવામાં આવશે પોસ્ટલ ટીકીટ, કેન્દ્રીય રેલ્વે મંત્રીએ આપી માહિતી