“તમારુ નામ નરેન્દ્ર છે… મને ‘નરેન્દ્ર’ નામથી નફરત થઈ ગઈ છે” ભારતીય બૉક્સરે વડાપ્રધાન મોદીને આવુ કેમ કહ્યુ? વાંચો

ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બોક્સર બેરવાલે કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીત્યો છે. ગ્લાસ્ગોથી પરત ફર્યા બાદ તમામ ખેલાડીઓ એ PM મોદી સાથે મુલાકાત કરી હતી. જેમા નરેન્દ્ર બેરવાલે પીએમ મોદીને આ નફરત વાળી વાત કરી હતી જે સાંભળીને પીએમ મોદી પણ હસવા લાગ્યા હતા.

તમારુ નામ નરેન્દ્ર છે... મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે ભારતીય બૉક્સરે વડાપ્રધાન મોદીને આવુ કેમ કહ્યુ? વાંચો
| Updated on: Aug 13, 2026 | 9:03 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ અનેક એથલીટ્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના રમત જગતને નવી ઉંચાઈ પર લવા જવામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને યોગદાનની પ્રશંસા કરી. એથલીટ્સ સાથેની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન ભારતીય બોક્સ નરેન્દ્ર બેરવાલે પીએમ મોદીને એક કિસ્સો સંભળાવ્યો. જે સાંભળીને પીએમ મોદી હસવા લાગ્યા હતા. ત્યાં ઉપસ્થિત અન્ય એથલીટ પણ હસવા લાગ્યા હતા. બોક્સર બેરવાલ તાજેતરમાં જ ગ્લાસ્ગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા છે. ગ્લાસ્ગોમાં ભારત કૂલ 39 મેડલ જીત્યુ, જેમા 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સામેલ છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યુ છે.

“મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે”

બેરવાલે પીએમ મોદીને કહ્યુ, “પાકિસ્તાનની વાત ચાલી રહી હતી તો મને એક કિસ્સો યાદ આવી ગયો સર. 2015માં વર્લ્ડ મિલિટ્રી ગેમ્સમાં તેમની પહેલી ફાઈટ પાકિસ્તાની બોક્સર સાથે હતી. વર્લ્ડ મિલિટ્રી ગેમ્સ હતી તો મિલિટ્રી વાળાના પણ ફોન આવ્યા કે ભાઈ પાકિસ્તાન સામે નથી હારવાનું. મે પહેલો રાઉન્ડ 4-1 થી જીત્યો, બીજો રાઉન્ડ 3-2 થી જીત્યો પરંતુ બંનેના મસ્તક એકબીજા સાથે ટકરાઈ જવાથી બંનેને ટાંકા આવ્યા, જો કે એ ફાઈટ હું જીતી ગયો. ત્યરબાદ અમે બંને સાથે હોસ્પિટલમાં ટાંકા લેવા ગયા. એ સમયે 2014માં આપ પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. અમારી સાથે જે આર્મી કોચ હતા તેમનું નામ ‘નરેન્દ્ર રાણા’ હતુ. મારુ નામ ‘નરેન્દ્ર બેરવાલ’ અને મારા દેશના વડાપ્રધાન ‘નરેન્દ્ર મોદી’ આ સંયોગ જોઈને એ પાકિસ્તાની બોક્સર બોલ્યો થોડુ વિચારીને બોલ્યુ ભાઈજાન એક વાત કહુ, મે કહ્યુ હાં કહો, તો એમણે કહ્યુ કે ભાઈજાન તમારુ નામ નરેન્દ્ર, તમારા કોચનું નામ નરેન્દ્ર, તમારા પ્રધાનમંત્રીનું નામ નરેન્દ્ર… મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે. ”

જુઓ વીડિયો

ભારતે બોક્સિંગમાં જીત્યા સૌથી વધુ મેડલ

બોક્સિંગ એવી રમત હતી જેણે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સૌથી વધુ મેડલ મેળવ્યા હતા, જેમાં સાત ગોલ્ડ સહિત 10 મેડલ જીત્યા હતા. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ બોક્સિંગ પ્રદર્શન હતું. ભારતીય મહિલા બોક્સરોએ સાતમાંથી પાંચ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. જુડોમાં પણ ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું; અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ મેડલ જીત્યો, જે કોમનવેલ્થ ગેમ્સના એક જ આવૃત્તિમાં ભારતે બે જુડો ગોલ્ડ મેડલ જીત્યા તે પ્રથમ વખત હતું. ભારતે આ રમતમાં કુલ ચાર મેડલ જીત્યા. વેઇટલિફ્ટિંગમાં પણ નોંધપાત્ર સફળતા મળી, જેમાં ભારતીય લિફ્ટર્સે આઠ મેડલ જીત્યા. મીરાબાઈ ચાનુએ પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો.

 

Follow Us
Loading...
Unable to load recommendations.