કેન્દ્ર સરકારે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોવિડ-19નો બૂસ્ટર ડોઝ (Covid Booster Dose in India) આપવાની જાહેરાત કરી છે. આ બુસ્ટર ડોઝ ખાનગી હોસ્પિટલોમાં લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝ(Covishield Booster dose) ને લઈને મોટી માહિતી આપી છે. કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝ વેક્સિનની કિંમતનો ખુલાસો કરતાં તેમણે કહ્યું કે કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝની કિંમત 600 રૂપિયા હશે.
કોવિડ વેક્સિન બૂસ્ટર ડોઝ તમામ ભારતીય પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ થાય તેના એક દિવસ પહેલા, ખાનગી હોસ્પિટલોમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતોમાં અડધાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. બંને રસીના ડોઝની કિંમત હવે રૂપિયા 225 થશે. કોવિશિલ્ડમાં રૂ. 600નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કોવેક્સિનની કિંમત રૂપિયા 1,200થી નીચે કરી નાખવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના કોફાઉન્ડર સુચિત્રા ઈલાએ આજે ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. કેન્દ્ર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂનાવાલાએ ગઈકાલે જણાવ્યું હતું કે કોવિશિલ્ડ પર રૂપિયા 600 વત્તા ટેક્સ (પહેલાની જેમ) ખર્ચવામાં આવશે.
We are pleased to announce that after discussion with the Central Government, SII has decided to revise the price of COVISHIELD vaccine for private hospitals from Rs.600 to Rs 225 per dose. We once again commend this decision from the Centre to open precautionary dose to all 18+.
— Adar Poonawalla (@adarpoonawalla) April 9, 2022
“અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી, SII એ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીની કિંમત રૂ. 600 થી ઘટાડીને રૂ. 225 પ્રતિ ડોઝ કરવાનો નિર્ણય લીધો છે. અમે ફરી એકવાર બુસ્ટર ડોઝ ખોલવાના કેન્દ્રના આ નિર્ણયની પ્રશંસા કરીએ છીએ. તમામ 18+ લોકોને આ ડોઝ આપવામાં આવશે.
પૂનાવાલાએ 18 વર્ષથી વધુ ઉંમરના દરેક માટે બૂસ્ટર ડોઝ ખોલવાની કેન્દ્રની જાહેરાતને આવકારી છે. તેને એક મહત્વપૂર્ણ અને સમયસર નિર્ણય ગણાવતા, તેમણે કહ્યું કે જે લોકો મુસાફરી કરવા માંગે છે તેઓને ત્રીજા ડોઝ વિના મુસાફરી કરવું મુશ્કેલ છે કારણ કે ઘણા દેશોએ બૂસ્ટર ડોઝ ન લેનારાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો :સારા અલી ખાનની સિક્રેટ ટેલેન્ટ વિશે જાણો છો?