ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફરી એકવાર બોમ્બ ધડાકાનો મામલો સામે આવ્યો છે. આ વખતે ભાજપના જિલ્લા મંત્રી વિજય લક્ષ્મી ચંદેલના પુત્ર વિધાનના વાહન પર હુમલો થયો છે. આ અંગે ભાજપના નેતાએ ઝુંસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આરોપ છે કે આ ઘટના કૌશાંબીના એક પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટરના પુત્ર દ્વારા કરવામાં આવી છે. બીજેપી નેતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પુત્રનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. આ પછી આરોપી તેના ઘરે પણ આવ્યો અને માફી માંગી.
આ સમગ્ર મામલો થાળે પડ્યા બાદ આરોપીએ ફરી એકવાર પુત્રની હત્યાનો પ્રયાસ કર્યો છે. બીજેપી નેતા વિજય લક્ષ્મી ચંદેલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે થાનાપુર ગ્રામસભાના પ્રમુખ છે. તેમનો પુત્ર વિધાન ગુરુવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેની માસીના ઘરે ગયો હતો. રસ્તામાં વચ્ચે બે બાઇક પર આવેલા છ યુવકોએ તેના પુત્રની સફારી કારને અટકાવી હતી અને બોમ્બ ફેંક્યા હતા.
Unidentified bike riders hurled bomb on BJP leader Vijay Laxmi's son at Prayagraj, #UttarPradesh #TV9News pic.twitter.com/cQ7bgtuIyf
— Tv9 Gujarati (@tv9gujarati) April 7, 2023
તેણે જણાવ્યું કે, બદમાશોએ તેના પુત્રની કાર પર બે બોમ્બ ફેંક્યા. આ હુમલામાં તેમનો દીકરો સદનસીબે બચી ગયો હતો, પરંતુ કારને ખૂબ નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ઘટના સમયે કારમાં તેના પુત્ર સિવાય તેના મિત્રો પણ હાજર હતા. મહત્વની વાત છે કે, આ ઘટનામાં બધા સુરક્ષિત છે અને કોઈને ઈજા પહોંચી નથી.
આ પણ વાંચો : પાકિસ્તાનની નીકળી ગઈ અકડાઈ, ભારતે નોટીસ મોકલતા જ થઈ ગયુ સીધુદોર – કહ્યું દિલ્લી કહેશે તે સાંભળીશુ
મહિલા નેતાએ જણાવ્યું કે તેમના પુત્ર પર હુમલો કરનારા બદમાશોમાં કૌશામ્બી જિલ્લામાં તૈનાત ઈન્સ્પેક્ટર શિવ બચન યાદવના પુત્ર શિવમ યાદવનો સમાવેશ થાય છે. તેમના પુત્ર વિધાનને શિવમ સાથે ઝઘડો થયો હતો. તે સમયે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ બાદમાં આરોપી તેના ઘરે આવ્યો હતો અને માફી માંગી હતી અને તેના પુત્ર સાથે હાથ મિલાવ્યો હતો. તે સમયે તે લોકોએ માની લીધું હતું કે મામલો ખતમ થઈ ગયો છે, પરંતુ બદલાની આગમાં સળગતા શિવમે હવે તેના પુત્રની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ઝુંસી પોલીસે મહિલા નેતાની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…