Arunachal Pradesh: હિમપ્રપાતમાં ફસાયેલા પેટ્રોલિંગ ટીમના 7 જવાનો શહિદ, ભારતીય સેનાએ આપી માહિતી

|

Feb 08, 2022 | 9:20 PM

6 ફેબ્રુઆરીના રોજ, કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ઓછામાં ઓછા સાત ભારતીય સૈન્યના જવાનો ફસાયા હોવાની માહિતી મળી હતી. બાદમાં તેને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

Arunachal Pradesh: હિમપ્રપાતમાં ફસાયેલા પેટ્રોલિંગ ટીમના 7 જવાનો શહિદ, ભારતીય સેનાએ આપી માહિતી
Bodies of 7 indian army soldiers stuck in Avalanche recovered, Arunachal Pradesh

Follow us on

અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં (Avalanche) ફસાયેલા 7 ભારતીય સૈનિકો (Army Personnel) શહિદ થયા છે. ભારતીય સેનાએ (Indian Army) આ વાતની પુષ્ટિ કરી છે. માહિતી આપતા સેનાએ કહ્યું છે કે હિમસ્ખલન સ્થળ પરથી સાત જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હકીકતમાં 6 ફેબ્રુઆરીના રોજ કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ઓછામાં ઓછા સાત ભારતીય સેનાના જવાનો ફસાયા હોવાની માહિતી મળી હતી. બાદમાં તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

 

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ફસાયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે કહ્યું હતું કે સેનાના જવાનો પેટ્રોલિંગમાં સામેલ હતા અને તેઓ રવિવારે હિમપ્રપાતમાં ફસાઈ ગયા હતા.

માહિતી આપતાં એક સૂત્રએ જણાવ્યું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે નિષ્ણાતોની ટીમને એરલિફ્ટ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં હવામાન ખરાબ છે અને ભારે હિમવર્ષા થઈ રહી છે.” મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન દુર્ઘટનામાં સૈનિકોના મૃત્યુની પીડાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બહાદુર જવાનોએ દેશની સેવામાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. તેમનું નિઃસ્વાર્થ બલિદાન હંમેશા યાદ રહેશે. મારા વિચારો તેમના પરિવાર સાથે છે.

 

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના જવાનોના મોતથી દુઃખી છું. આપણે આપણા દેશ માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના.

 

આ પણ વાંચો – મેઘાલયમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, તમામ પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી, MDAમાં થશે સામેલ

આ પણ વાંચો – Corona: પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવી રહ્યો છે, જાણો શું છે કારણ

આ પણ વાંચો – UP Election: તમામ પાક પર MSPથી લઈને મફત શિક્ષણ અને મફત લેપટોપ સુધી, સપાના ‘વચન પત્ર’માં અખિલેશ યાદવની મોટી જાહેરાતો

Published On - 5:41 pm, Tue, 8 February 22

Next Article