જયપુરમાં યોજાશે BJPની ત્રણ દિવસીય હાઇ લેવલ મિટિંગ, વર્ચ્યૂઅલી સામેલ થશે PM નરેન્દ્ર મોદી

(BJP)ના વરિષ્ઠ નેતાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વર્ષે યોજાનારી રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election)તેમજ વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીનો છે.

જયપુરમાં યોજાશે BJPની ત્રણ દિવસીય હાઇ લેવલ મિટિંગ, વર્ચ્યૂઅલી સામેલ થશે PM નરેન્દ્ર મોદી
PM Narendra Modi
| Edited By: | Updated on: May 17, 2022 | 6:55 AM

(BJP)રાજસ્થાન વિધાનસભા ચૂંટણી(Rajasthan Assembly Election) માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના માટે બીજેપી રાજસ્થાનની રાજધાની જપુરમાં 19 મેથી રાષ્ટ્રીય સ્તરે ત્રણ દિવસની બેઠકનું આયોજન કરી રહી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વર્ચ્યૂઅલી સામેલ થશે તેમજ સંબોધન પણ કરશે. બેઠકમાં રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની ણનીતિ અંગે ચર્ચા થશે. 19થી 21 મે સુધીય યોજાનારી બેઠકમાં ત્રણ થી ચાર સત્રનો સમાવેશ થશે.

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 19મેની સાંજે જયપુર પહોંચશે. તો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ , મહાસચિવ અને સચિવ તેમજ પ્રવક્તાઓ સાથે 20મેના રોજ બેઠક પણ કરશે. તો 21મી મેના દિવસે તેઓ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મહાસચિવ સાથે પણ બેઠક યોજશે. (BJP)ના વરિષ્ઠ નેતાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વર્ષે યોજાનારી રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election)તેમજ વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીનો છે.

20મી મેના દિવસે વર્ચ્યૂઅલી સભાને સંબોધિત કરશે પીએમ મોદી

બીજેપીના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી 20મી મેના દિવસે વર્ચ્યૂઅલી આ સભાને સંબોધિત કરશે. તેમજ આ દિવસે પાર્ટીના કાર્યકારિણી બેઠક પણ યોજાશે. પાર્ટીના વરિષ્ઠ નેતા એ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વર્ષે રાજસ્થાનની ચૂંટણી તેમજ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીનો રહેશે. બેઠકમાં સંગઠનાત્મક મુદ્દા પર ઉપર ચર્ચા થશે.

સાંપ્રદાયિક હિંસા ઉપર પણ બેઠકમાં ચર્ચા થશે

તેમણે આગળ કહ્યું કે એજન્ડામાં પાર્ટીના ગત ત્રણ મહિનાના પ્રદર્શનનું વિશ્લેષણ પણ સામેલ છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે બેઠકમાં રાજસ્થાન અને બાકી રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસા સહિત પાછલા ત્રણ મહિનામાં થયેલી ઘટનાએ અંગે ચર્ચા થશે. સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક જયપુર-દિલ્લી રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક હોટેલમાં થઈ શકે છે

નોંધનીય છે કે કોંગ્રેસે ઉદયપુરમાં તાજેતરમાં જ 13 -15 મે સુધી ત્રણ દિવસીય ચિંતન શિબિર આયોજિત કરી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા સહિત દેશના 400થી વધુ કોંગ્રેસ નેતાઓએ બાગ લીધો હતો.