Chandigarh Mayor Election: ચંદીગઢમાં AAP પાર્ટીના સૌથી વધુ કોર્પોરેટર હોવા છતા, બીજેપીના ચૂંટાયા મહિલા મેયર

|

Jan 08, 2022 | 3:22 PM

મતગણતરી દરમિયાન આમ આદમી પાર્ટીનું એક બેલેટ પેપર ફાટી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફાટેલા બેલેટ પેપરનો મત નકારવામાં આવ્યો હતો.

Chandigarh Mayor Election: ચંદીગઢમાં AAP પાર્ટીના સૌથી વધુ કોર્પોરેટર હોવા છતા, બીજેપીના ચૂંટાયા મહિલા મેયર
Sarabjit Kaur, Mayor of Chandigarh Municipal Corporation (file photo)

Follow us on

ચંદીગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના (Chandigarh Municipal Corporation) મેયરની ચૂંટણીમાં ( Mayor Election  આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) મોટો ઝટકો લાગ્યો છે. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) અહીં પોતાના પક્ષના મહિલાને મેયર બનાવ્યા છે. બીજેપીના સરબજીત કૌર (Sarabjit Kaur) ચંદીગઢના મેયર (Chandigarh Mayor) બન્યા છે. ફાટેલા બેલેટ પેપરને કારણે આમ આદમી પાર્ટીનો એક વોટ રદ્દ થયો છે. મેયરની ચૂંટણી પરિણામો બાદ આમ આદમી પાર્ટીના તમામ કાઉન્સિલરો ધરણા પર બેસી ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઝપાઝપી બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે માર્શલને બોલાવવામાં આવ્યા હતા.

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની (Chandigarh Municipal Corporation) ચૂંટણીમાં AAPના સૌથી વધુ કાઉન્સિલરો જીત્યા હોવા છતાં, ભાજપે પણ મેયર માટે દાવો કર્યો હતો, જેની સાથે મેયરની ચૂંટણી રસપ્રદ બની હતી. મેયરની ચૂંટણીમાં ભાજપ અને AAP વચ્ચે સીધો મુકાબલો હતો, કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. આવી સ્થિતિમાં સીધો મુકાબલો આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે જ હતો. ચૂંટણી દરમિયાન ભંગાણના ડરથી આમ આદમી પાર્ટીએ કાઉન્સિલરોને દિલ્હી શિફ્ટ કર્યા હતા.

ગુપ્ત મતદાન દ્વારા યોજાઈ ચૂંટણી


ચંદીગઢના નવા મેયરની ચૂંટણી 8 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં યોજાઈ હતી. મેયરની સાથે ચંદીગઢના સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પણ ચૂંટાયા હતા. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર માટે ગુપ્ત મતદાન હાથ ધરાયુ હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મતગણતરી દરમિયાન આમ આદમી પાર્ટીનું એક બેલેટ પેપર ફાટી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફાટેલા બેલેટ પેપરનો મત નકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મેયર માટે માત્ર મહિલા કાઉન્સિલરો જ ઉમેદવારી કરી શકતા હતા, કારણ કે આ પદ પ્રથમ અને ચોથા વર્ષ માટે મહિલા કાઉન્સિલરો માટે અનામત છે.

આ પણ વાંચોઃ

જ્યારે ઈન્દિરા ગાંધી પર ઈંટ ફેંકાતા નાક પર ઈજા થઈ, SPGના ફાયરિંગમાં એક વિદ્યાર્થીનું મોત, સુરક્ષામાં ચૂકની 2 મહત્વની ઘટના

આ પણ વાંચોઃ

Uttarakhand Assembly Election: AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, કર્નલ અજય કોઠીયાલ ગંગોત્રી વિધાનસભાથી લડશે ચૂંટણી

Published On - 3:12 pm, Sat, 8 January 22

Next Article