Lok Sabha Elections: ભાજપનો 2024નો મેગા પ્લાન તૈયાર! પહેલીવાર બદલાઈ રણનીતિ, જાણો શું છે

|

Jun 29, 2023 | 11:27 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશની મુલાકાત બાદ બુધવારે (28 જૂન) તેમના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં 2023ના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે.

Lok Sabha Elections: ભાજપનો 2024નો મેગા પ્લાન તૈયાર! પહેલીવાર બદલાઈ રણનીતિ, જાણો શું છે
BJP's mega plan for 2024

Follow us on

ભાજપનો મેગા પ્લાન લોકસભા ચૂંટણી 2024 અને રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં માઇક્રો મેનેજમેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપે પહેલીવાર પાર્ટીના કામકાજને સરળ બનાવવા માટે દેશને ત્રણ સેક્ટરમાં વહેંચ્યો છે. આ માટે ભાજપે ઉત્તર પ્રદેશ, દક્ષિણ પ્રદેશ અને પૂર્વ પ્રદેશ નક્કી કર્યા છે. મળતી માહિતી મુજબ, 6, 7 અને 8 જુલાઈએ દેશના અલગ-અલગ ભાગોમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રી સાથે પ્રદેશના અગ્રણી નેતાઓની બેઠક થશે. 6ના રોજ પૂર્વ રીઝન, 7મીએ ઉત્તર રીઝન અને 8મીએ દક્ષિણ રીઝનની બેઠક યોજવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો: Micron Semiconductor Plant: ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે માઈક્રોને MOU પર કર્યા હસ્તાક્ષર, 20 હજાર લોકોને મળશે રોજગાર

સાથે મળીને રણનીતિ બનાવવામાં આવશે

જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પ્રદેશ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો હાજર રહેશે. તેને પ્રદેશની કારોબારી તરીકે પણ જોવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા તેને ભાજપની મોટી વ્યૂહાત્મક કવાયત માનવામાં આવી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ક્યાં અને ક્યારે યોજાશે બેઠક?

6 જુલાઈના રોજ ગુવાહાટીમાં પૂર્વ ક્ષેત્રની બેઠક યોજાશે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરાના પાર્ટી સાથે જોડાયેલા લોકોને સામેલ કરવામાં આવશે.

7 જુલાઈએ ઉત્તર રીઝનની બેઠક દિલ્હીમાં યોજાશે. તેમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ દીવ-દાદર નગર હવેલી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણાના ભાજપના નેતાઓ સામેલ થશે. દક્ષિણ રીઝનની બેઠક 8મી જુલાઈએ હૈદરાબાદમાં યોજાશે. જેમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવા, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપના પક્ષના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.

પીએમના નિવાસસ્થાને બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશની મુલાકાત બાદ બુધવારે (28 જૂન) તેમના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં 2023ના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ સંગઠન મંત્રી બીએલ સંતોષ હાજર હતા. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે, પીએમ મોદી સાથેની આ મુલાકાત સંગઠનમાં ફેરબદલને લઈને મંથન પછી થઈ છે, આવી સ્થિતિમાં સંગઠનમાં ઘણા ફેરફારો થઈ શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article