Vice President ELection: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ વિપક્ષી છાવણીમાં ગાબડુ પાડવાની ભાજપની તૈયારી, અનેક સાંસદોનો સધાયો સંપર્ક

|

Jul 21, 2022 | 12:12 PM

Vice President ELection: રાષ્ટ્રપતિ ચૂંટણીની જેમ જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ભાજપ વિપક્ષને ઝટકો આપવાની તૈયારીમાં છે. જો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ પાસે પૂરતી બહુમતી છે.

Vice President ELection: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ વિપક્ષી છાવણીમાં ગાબડુ પાડવાની ભાજપની તૈયારી, અનેક સાંસદોનો સધાયો સંપર્ક
ઉપરાષ્ટપ્રતિને ચૂંટણીમાં વિપક્ષને ઘેરવાની તૈયારી

Follow us on

રાષ્ટ્રપતિ ચૂંટણીની જેમ જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી Vice President ELectionમાં પણ ભાજપ વિપક્ષી છાવણીને ઝટકો આપવાની તૈયારીમાં છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ પાસે પહેલેથી જ પૂરતી બહુમતી છે. NDAને મિલાવીને જોતા તેમની તાકાત વધી જાય છે. પરંતુ પાર્ટી વિપક્ષી છાવણીને વધુ નબળી પાડીને સંસદમાં તેમની મજબૂત પકડ બતાવવા માગે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપે પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર જગદીપ ધનખડ (Jagdeep DhanKhar)ને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષમાંથી કોંગ્રેસના નેતા માર્ગારેટ આલ્વા (Margaret Alva) મેદાનમાં છે. જોકે અલ્વાને મોટા ભાગના વિપક્ષી દળોનું સમર્થન છે, પરંતુ તેમના નામાંકન સમયે કેટલાક વિપક્ષી દળોએ તેમનાથી અંતર રાખ્યુ હતુ જેને નજરઅંદાજ કરી શકાય નહીં.

મમતા બેનર્જીનું સ્ટેન્ડ હજુ સ્પષ્ટ નથી

તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. અલ્વાના નામાંકન સમયે તેમની પાર્ટીનો કોઈ સભ્ય પણ હાજર નહોતો. ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસ આ અંગે નિર્ણય લેશે. જો કે તે ધનખડને સમર્થન આપે તેવી શક્યતા પણ ઓછી છે. પરંતુ કેટલાક સાંસદો પોતાની મરજી થી મત આપી શકે છે.

આલ્વાના અગાઉના નિવેદનોને લઈને પણ મચી હલચલ

આ સિવાય કોંગ્રેસ નેતૃત્વ વિશે અલ્વાના અગાઉના નિવેદનોને લઈને પણ હલચલ મચેલી છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભાજપના પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને જંગી માર્જિનથી જીતાડવાનો પ્રયાસ કરી રહી છે. આમ રાજ્યસભામાં પણ વિપક્ષને મોટો ફટકો આપવાની ભાજપની તૈયારી છે. રાજ્યસભામાં પણ તે રાજ્યસભામાં મોટો ફટકો મારવા માંગે છે, જ્યાં તેની પાસે એટલી બહુમતી નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભાજપના ચૂંટણી રણનીતિકાર વિપક્ષી સાંસદોના સંપર્કમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ચૂંટણી રણનીતિકારો લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી સાંસદોના સંપર્કમાં છે. આ ચૂંટણીમાં વ્હીપ લાગુ પડતો નથી, તેથી પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કરવાથી પણ સભ્યપદને કોઈ અસર થતી નથી. આમ પણ વિપક્ષી છાવણીના જે હાલત છે, તેને જોતા વિપક્ષ માટે પોતાના કોઈપણ સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવી ખૂબ મુશ્કેલ છે.

સંસદ ભવનની તમામ ગતિવિધિઓનુ કેન્દ્ર

ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહોના સાંસદો જ મત આપે છે. તેથી, તમામ ગતિવિધિઓનું કેન્દ્ર સંસદ ભવન રહે છે. ચોમાસુ સત્રના કારણે મોટાભાગના સાંસદો સંસદમાં છે અને તેમની સાથે મુલાકાતો કરવી પણ આસારન થઈ ગઈ છે. સત્રના શરૂઆતના દિવસોમાં થયેલા હોબાળાને કારણે ભાજપના ચૂંટણી રણનીતિકારોને ઘણો સમય પણ મળી રહ્યો છે. બીજી તરફ,વિપક્ષનો સતત એવા પ્રયત્નમાં લાગેલો છે કે બંને ગૃહોમાં તેની હાલની તાકાતને અસરકારક રીતે જાળવી રાખે અને લોકસભામાં સરકારને ઘેરવાનું આકરા પડકારો આપવાનુ યથાવત રાખે.

Next Article