રાજસ્થાનમાં રિસોર્ટ પોલિટિક્સ ! વસુંધરાના દીકરા પર વાડાબંધીનો આરોપ, ભાજપ MLAના પિતાએ કર્યો દાવો- વીડિયો

|

Dec 07, 2023 | 7:07 PM

વસુંધરા રાજે હાલ દિલ્હીમાં છે. ત્યારે તેમના પુત્ર અને સાંસદ દુષ્યંત પર ભાજપના ધારાસભ્ય લલિત મીણાના પિતાએ મોટો આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે કેટલાક ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. હવે આ ધારાસભ્યો ક્યાં છે તેની હાલ કોઈ જાણકારી નથી.

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને સસ્પેન્સ યથાવત છે. ત્યારે હવે રાજસ્થાન ભાજપમાં રિસોર્ટ પોલિટિક્સની ચર્ચાને ભારે બળ મળી રહ્યુ છે. હવે ભાજપના ધારાસભ્ય લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ મોટો આરોપ લગાવ્યો છે.

હેમરાજ મીણાનું કહેવુ છે કે પૂર્વ સીએમ વસુંધરા રાજેના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહે પાંચ ધારાસભ્યોને રાજસ્થાનના એક રિસોર્ટમાં રાખ્યા છે. આપને જણાવી દઈએ કે હાલ વસુંધરા રાજે દિલ્હીમાં છે. જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે તે મુલાકાત કરવાના છે. આ પહેલા સૂત્રો દ્વારા એવી જાણકારી સામે આવી હતી કે વસુંધરાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે હાઈકમાનનો નિર્ણય માનશે.

રાજસ્થાનમા શરૂ થયુ રિસોર્ટ પોલિટિક્સ ?

ઝાલરાપાટન વિધાનસભાથી ચૂંટણી જીતી વસુંધરા રાજેના દીકરા અને સાંસદ દુષ્યંત સિંહ પર કિશનગંજના ધારાસભ્ય લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે દુષ્યંત સિંહે ભાજપના ધારાસભ્યોને આપણો રાજસ્થાન રિસોર્ટમાં રાખ્યા છે. આ રિસોર્ટ જયપુરમાં સીકર રોડ પર આવેલો છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

દાવા અનુસાર એ રિસોર્ટમાં ઝાલાવાડના ત્રણ અને બારાંના ત્રણ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. હેમરાજ મીણા બોલ્યા જ્યારે મને જાણ થઈ તો હું પુત્રને લેવા માટે ગયો હતો. ત્યાં ધારાસભ્ય કંવરલાલે કહ્યુ કે દુષ્યંતસિંહ સાથે વાત કરાવો તો જ લઈ જવા દઈશ. ત્યારબાદ તેઓ ઝઘડો કરવા પર ઉતરી આવ્યા. ત્યારબાદ અમે રાજસ્થાનના પ્રભારી અરૂણસિંહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.પી. જોષી અને સંગઠન મહામંત્રી ચંદ્રશેખરને સૂચના આ અંગેની જાણ કરી હતી.

હેમરાજમીણાએ દુષ્યંત પર વાડાબંધી કરવાનો લગાવ્યો આરોપ

હેમરાજ મીણાએ એ પણ દાવો કર્યો કે ત્યારબાદ એ તમામ લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા અને પોલીસ બોલાવવામાં આવી. એ પછી તેઓ તેમના ધારસભ્ય દીકરા લલિલ મીણાને લઈને આવી શક્યા. એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે બાકીના 4 ધારાસભ્યોને વસુંધરા જૂથે ક્યાંક બીજે શિફ્ટ કરી દીધા છે. આ ધારાસભ્યોમાં કમલનાલ મીણા, કાલુલાલ, રાધેશ્યામ બેરવા અને ગોવિંદ સામેલ છે.

પરિણામ બાદ વસુંધરાએ શરૂ કર્યુ પ્રેશર પોલિટિક્સ

રાજસ્થાનમાં ભાજપની જીત બાદ વસુંધરા પ્રેશર પોલિટિક્સ કરતા જોવા મળી રહ્યા છે. 20થી વધુ ધારાસભ્યો સાથે તેમણે ડીનર ડિપ્લોમસી કરી હોવાની પણ વાતો સામે આવી હતી. ત્યારબાદ વસુંધરા કેમ્પએ દાવો કર્યો હતો કે તેમની સાથે 68 ધારાસભ્યોનો સપોર્ટ છે. આ ઉપરાંત કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો અને તેમના જોરે જ વસુંધરા જૂથ શક્તિ પ્રદર્શન સામે આવ્યુ હતુ.

જો કે બુધવારે સૂત્રો દ્વારા જાણકારી સામે આવી કે ધારાસભ્યોની બેઠક બાદ વસુંધરાએ ફોન પર ભાજપ હાઈકમાન સાથે વાત કરી છે. જેમા તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તેઓ પાર્ટીના શિસ્તબ્ધ કાર્યકર્તા છે અને પાર્ટી લાઈનથી ક્યારેય વિરુદ્ધ નહીં જાય. ત્યારબાદ બુધવારે રાત્રે વસુંધરા દિલ્હી આવી ગયા હતા

આ પણ વાંચો: ગંભીરે ‘ફિક્સર’ કહીને કરી ઉશ્કેરણી અને થઈ ગઈ બબાલ, સાંભળો શ્રીસંતનો નવો વીડિયો

રાજસ્થાનમાં સીએમની રેસમાં કોણ-કોણ

રાજસ્થાનમાં સીએમ પદની રેસમાં ભાજપના અનેક ચહેરા છે. જેમા વસુંધરા સહિત પ્રથમ નામ બાબા બાલકનાથનું છે. તે તિજારા બેઠક પર જીતીને વિધાનસભા પહોંચ્યા છે. યાદીમાં બીજુ નામ જયપુર રાજપરિવારમાંથી આવતા રાજકુમારી દીયાકુમારીનું છે. આ બંને લોકસભાના સાંસદ છે જો કે હવે પાર્ટીએ તેમની પાસે વિધાનસભા ચૂંટણી લડાવતા બંને ધારાસભ્ય બન્યા છે અને સીએમ પદની રેસમાં ટોપ થ્રીમાં આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ પણ ચર્ચામાં છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:36 pm, Thu, 7 December 23

Next Article