પત્રકારથી ભારત રત્ન સુધીની સફર, જાણો લાલકૃષ્ણ અડવાણીના જીવન વિશે

|

Nov 08, 2024 | 7:00 AM

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અને માતાનું નામ જ્ઞાની દેવી હતું. તેમની નાની બહેનનું નામ શીલા છે. તેમણે કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ સિંધની સરકારી કોલેજ હૈદરાબાદમાં અભ્યાસ કર્યો હતો.

પત્રકારથી ભારત રત્ન સુધીની સફર, જાણો લાલકૃષ્ણ અડવાણીના જીવન વિશે
Lal Krishna Advani

Follow us on

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય  સ્વયંસેવક સંઘના એક મહેનતુ કાર્યકર તરીકેની છબી સૌ કોઈ જાણે છે, પરંતુ પત્રકારત્વના માધ્યમથી તેમના જીવનમાં સમાજસેવાની શરૂઆત થઈ હતી. આ વાત માત્ર અમુક જ લોકો જાણે છે. આજે અમે તમને અડવાણીજીના અંગત જીવન વિશે આ લેખમાં જણાવીશું.

લાલકૃષ્ણ અડવાણીનું જીવન

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અને માતાનું નામ જ્ઞાની દેવી હતું. તેમની નાની બહેનનું નામ શીલા છે.

તેમણે કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ સિંધની સરકારી કોલેજ હૈદરાબાદમાં અભ્યાસ કર્યો. ભાગલા વખતે તેમનો પરિવાર ભારત આવ્યો અને બોમ્બેમાં સ્થાયી થયો. લાલકૃષ્ણ અડવાણી બોમ્બે યુનિવર્સિટીની સરકારી લો કોલેજમાંથી કાયદામાં સ્નાતક થયા હતા. તેમની રાજકીય કારકિર્દી 1947માં આરએસએસના સચિવ બન્યા ત્યારે શરૂ થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત

લાલકૃષ્ણ અડવાણીએ ફેબ્રુઆરી 1965માં કમલા અડવાણી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર જયંત અને પુત્રી પ્રતિભા છે. પ્રતિભા અડવાણી એક ટોક શો હોસ્ટ અને પ્રોડ્યુસર છે. તે એક મીડિયા કંપની ચલાવે છે. પ્રતિભા અડવાણી ઘણા ટોક શોના હોસ્ટ રહી ચૂક્યા છે. જ્યારે લાલ કૃષ્ણ અડવાણીના પુત્ર જયંત મીડિયાથી દૂર રહે છે. જો કે, 1990ના દાયકામાં તેમણે તેમના પિતા માટે પ્રચાર કર્યો હતો.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચ 2024ના રોજ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ 2015માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી સાથે જોડાયેલા કેટલાક તથ્યો

અડવાણી 1970માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા. અડવાણી ફિલ્મ સમીક્ષક રહી ચૂક્યા છે. તેમને ચોકલેટ, ફિલ્મો અને ક્રિકેટનો ખૂબ જ શોખ છે. 1944માં, તેમણે કરાચીની મોડેલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત અડવાણીએ એક પુસ્તક ‘માય કન્ટ્રી, માય લાઈફ’ લખ્યું છે. 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી, તેઓ સૌથી લાંબા સમય સુધી પાર્ટીના અધ્યક્ષ પદે રહ્યા હતા.

Next Article