‘ભાજપ 9 વર્ષમાં 29 ચૂંટણી હારી છે, લોકોને ભ્રમિત કરીને મોદી કેન્દ્રમાં જીતે છે’, અશોક ગેહલોતનો ભાજપ પર પ્રહાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

ભાજપ 9 વર્ષમાં 29 ચૂંટણી હારી છે, લોકોને ભ્રમિત કરીને મોદી કેન્દ્રમાં જીતે છે, અશોક ગેહલોતનો ભાજપ પર પ્રહાર
Ashok Gehlot, Chief Minister, Rajasthan (file photo)
| Edited By: | Updated on: May 21, 2023 | 4:49 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો કબજે કરીને જંગી જીત મેળવી છે. જ્યારે ભાજપે 66 બેઠકો અને જેડીએસને 19 બેઠકો મળી હતી. કોંગ્રેસની જીત પર ગર્વ અનુભવી રહેલા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ 9 વર્ષમાં 29 ચૂંટણી હારી છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, “કર્ણાટકમાં કોંગ્રેસ બહુમતીથી જીત મેળવી છે. જનતાએ ભાજપને પાઠ ભણાવ્યો છે. લોકોએ ભાજપને એકતરફી સંદેશો આપ્યો છે કે તમારો ઘમંડ હવે હદ સુધી પહોંચી ગયો છે. જો કે આ લોકો હજુ પણ ઘમંડ બતાવે છે, પરંતુ 9 વર્ષમાં ભાજપ 29 રાજ્યોમાં ચૂંટણી હારી છે. કેન્દ્રમાં મોદીજી જ લોકોને ભ્રમિત કરીને જીતે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજસ્થાનમાં ચૂંટણી થશે ત્યારે કોંગ્રેસનો ઝંડો વધુ ઊંચો કરવામાં આવશે.

કર્ણાટક સરકારની પાંચ ગેરંટીઓ પર મહોર

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં પાંચ ગેરંટીઓને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી હતી. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ પાંચ વચનો પૂરા કરવાની વાત કરી હતી. કર્ણાટકની નવી સરકારે ગૃહ લક્ષ્મી યોજનાને લાગુ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કર્ણાટકમાં ઘરની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. કોંગ્રેસની પાંચ ચૂંટણી ગેરંટીઓમાં તમામ પરિવારોને 200 યુનિટ વીજળી ફ્રી, ઘરની મહિલા વડાને દર મહિને રૂ. 2,000 અને ગરીબી રેખા હેઠળના પરિવારના દરેક સભ્ય માટે 10 કિલો ચોખાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ ગેરંટી આ નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે

આ સાથે, બેરોજગાર સ્નાતકોને દર મહિને રૂ. 3,000 અને બે વર્ષ માટે બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને રૂ. 1,500 આપવામાં આવશે. કેબિનેટની બેઠક પછી મીડિયા સાથે વાત કરતા મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું, “ વચન મુજબ, અમે પાંચ ગેરંટી અને તેના માટે ભંડોળ આપ્યું છે. જેને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગેનો આદેશ પણ આજે જાહેર કરવામાં આવશે. આ નાણાકીય વર્ષથી તેનો અમલ કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો