‘ભાજપને અમારા જેવા કાર્યકરોની જરૂર નથી’, BJP ની બીજી યાદી જાહેર થતા જ બીજા મોટા નેતાએ આપ્યું રાજીનામું

મધ્યપ્રદેશ વિધાનસભાને ધ્યાનમાં રાખીને, ભાજપે રાજ્યની તમામ 230 બેઠકોમાંથી 78 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ બે તબક્કામાં જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં આ નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી યોજાનાર છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કરીને બધા રાજકીય પક્ષોને ચોકાવી દીધા છે. ભાજપે જાહેર કરેલ ઉમેદવારોમાં સાંસદોને પણ ટિકિટ ફાળવી છે.

ભાજપને અમારા જેવા કાર્યકરોની જરૂર નથી, BJP ની બીજી યાદી જાહેર થતા જ બીજા મોટા નેતાએ આપ્યું રાજીનામું
| Edited By: | Updated on: Sep 26, 2023 | 9:23 AM

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)માં ચૂંટણી લડવા ઈચ્છુકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ભાજપે સોમવારે મધ્યપ્રદેશમાં 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉમેદવારોના નામ જોઈને ભાજપના દરેકને આશ્ચર્ય થયું છે. બીજેપીની બીજી યાદી જાહેર થયાના થોડા કલાકો બાદ જ બીજેપીના અન્ય એક મોટા નેતા ડૉ. રાજેશ મિશ્રાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે ભાજપને અમારા જેવા કાર્યકરોની જરૂર નથી, હું પાર્ટીમાં બોજ બનીને રહેવા માંગતો નથી.

સીધીથી ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને મધ્યપ્રદેશ ભાજપ કાર્ય સમિતિના સભ્ય રાજેશ મિશ્રાએ ટિકિટ વિતરણમાં પક્ષ દ્વારા અવગણનાને કારણે સોમવારે તેમના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. વાસ્તવમાં, આ વખતે રાજેશ મિશ્રાને સિધી વિધાનસભા બેઠક પરથી ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ તેમની જગ્યાએ સીધીથી રીતિ પાઠકને ટિકિટ આપી છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ઉમેદવારોની બીજી યાદીમાંથી પોતાનું નામ ગાયબ જોઈને નારાજ રાજેશ મિશ્રાએ રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે.

રાજેશ મિશ્રાએ પોતાના રાજીનામા પત્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માને ટેગ કર્યા છે. રાજીનામુ આપવાની સાથે જણાવ્યું છે કે હું પાર્ટીમાં બોજ બનવા માંગતો નથી!

મળતી માહિતી મુજબ, ભાજપે સોમવારે 39 ઉમેદવારોના નામવાળી બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે અને અન્ય પાર્ટીના સાંસદોને સ્થાન આપ્યું છે. મંત્રીઓ ઉપરાંત જે સાંસદોને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે તેમાં રાકેશ સિંહ, ગણેશ સિંહ, રીતિ પાઠક અને ઉદય પ્રતાપ સિંહનો સમાવેશ થાય છે. આ તમામ લોકસભાના સભ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ઈન્દોર-1થી ચૂંટણી લડશે. વિજયવર્ગીયને મેદાનમાં ઉતારવાના નિર્ણયથી 2018માં ઈન્દોર-3 બેઠક પરથી જીતેલા તેમના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયને ફરીથી પાર્ટીની ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ ઘટી ગઈ છે કારણ કે ભાજપ સામાન્ય રીતે એક જ પરિવારના સભ્યોને ચૂંટણીમાં ઉમેદવાર બનાવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો