BJP: ચૂંટણી મોડમાં ભાજપ! મુખ્યમંત્રીઓ બાદ હવે ધારાસભ્યો નિશાન પર, 50% ધારાસભ્યો 2022ની ચૂંટણીમાંથી સાફ થઈ જશે

|

Sep 22, 2021 | 10:39 AM

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તમામ ચૂંટણી રાજ્યોમાં સત્તા વિરોધી લહેરને મંદ કરવા માટે ઓછામાં ઓછા અડધા ધારાસભ્યોને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે

BJP: ચૂંટણી મોડમાં ભાજપ! મુખ્યમંત્રીઓ બાદ હવે ધારાસભ્યો નિશાન પર, 50% ધારાસભ્યો 2022ની ચૂંટણીમાંથી સાફ થઈ જશે
BJP in election mode!

Follow us on

BJP: ગુજરાત (Gujarat) અને ઉત્તરાખંડ (Uttarakhand) માં મુખ્યમંત્રી બદલ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી (BJP) તમામ ચૂંટણી રાજ્યોમાં સત્તા વિરોધી લહેરને મંદ કરવા માટે ઓછામાં ઓછા અડધા ધારાસભ્યો (BJP MLA)ને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીના કેટલાક પદાધિકારીઓએ આ માહિતી આપી છે. ગત વિધાનસભાની ચૂંટણી(Assembly Elections)માં પાર્ટીએ વર્તમાન ધારાસભ્યોમાંથી 15-20 ટકા ધારાસભ્યોને દૂર કર્યા હતા. જોકે, અપેક્ષા છે કે આ વખતે આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે. 

પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકરે કહ્યું કે આનું એક કારણ એ પણ છે કે પાર્ટીના ઘણા મુદ્દાઓને લઈને લોકોમાં અસંતોષ છે. 2022 માં પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ભાજપના એક કાર્યકરે જણાવ્યું કે ધારાસભ્યોને તેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોની કામગીરી સારી રહી નથી. પાર્ટીએ કહ્યું છે કે જે ધારાસભ્યોનું પ્રદર્શન સારું રહ્યું નથી, તેમને હટાવી દેવામાં આવશે અને આગળ લઈ જવામાં આવશે નહીં.

Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા

ધારાસભ્યોની કામગીરીનું મૂલ્યાંકન અનેક પરિમાણોના આધારે કરવામાં આવ્યું હતું, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે

 1. સ્થાનિક લોકોના વિકાસ માટે આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કેવી રીતે થયો?

2. હાંસિયામાં ધકેલાયેલા લોકોને સશક્ત બનાવવા માટે કયા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા, લોકોને તેમની પાસેથી કેટલો લાભ મળ્યો?

3. સેવા હી સંગઠન કાર્યક્રમમાં ધારાસભ્યોનું યોગદાન શું હતું? વગેરેનો સમાવેશ થાય છે.

આ સર્વે તમામ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો જ્યાં સરકારની કામગીરી પર લોકોનો પ્રતિભાવ માંગવામાં આવ્યો હતો.

સત્તા વિરોધી લડાઈ ભાજપ માટે મોટી ચિંતાનો વિષય છે

કાર્યકર્તાએ કહ્યું કે કોવિડ -19 રોગચાળો એક મોટો પડકાર લઈને આવ્યો છે, જ્યાં સરકારે આરોગ્ય માળખામાં સુધારો કરીને, કોરોના રસીકરણને સુનિશ્ચિત કરીને અને તબીબી પુરવઠો વધારીને દરેક પગલા પર અનેક પ્રયત્નો કર્યા. પાર્ટીએ રાહત કામગીરીનું આયોજન કરીને પણ પોતાનું કામ કર્યું. 

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દરેક રાજ્ય એકમોને જરૂરિયાતમંદોને ખવડાવવા, નોકરી ગુમાવનારાઓને મદદ કરવા અને ‘સેવા હી સંગઠન અભિયાન’ હેઠળ તેમના સંબંધિત બૂથમાં 100% રસીકરણ સુનિશ્ચિત કરવા અભિયાન ચલાવવા જણાવ્યું હતું. સેવા હી સંગઠન અભિયાન પણ તેમની કામગીરીમાં ગણાશે. 

સત્તા વિરોધી લહેરનો સામનો કરવો ભાજપ માટે મોટી ચિંતાનો વિષય રહ્યો છે. આ જ કારણ છે કે કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં પાર્ટી કેડરને પુન: ધબકતી આપવા માટે નવા કેબિનેટે પણ શપથ લીધા હતા, જે 2022 ના અંતમાં ચૂંટણીમાં જશે.

Next Article