બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ પૂછ્યા, દોષિતોને આજીવન કેદની સજા થઈ હતી તો પછી 14 વર્ષમાં કેવી રીતે મુક્ત થયા?

|

Aug 18, 2023 | 10:51 AM

સુપ્રીમ કોર્ટમાં સરકાર વતી એએસજીએ કહ્યું કે 14 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા બાદ ગુનેગારોને સુધરવાની તક આપવી જોઈએ. તેમણે કહ્યું, "કાયદો એવું નથી કહેતો કે દરેકને સજા આપવામાં આવે અને ફાંસી આપવામાં આવે, પરંતુ તે કહે છે કે લોકોને સુધારવાની તક આપવી જોઈએ."

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ પૂછ્યા, દોષિતોને આજીવન કેદની સજા થઈ હતી તો પછી 14 વર્ષમાં કેવી રીતે મુક્ત થયા?

Follow us on

બિલ્કીસ બાનો (Bilkis Bano)ના દોષિતોની મુક્તિ પર કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. ગુજરાત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે ગુનેગારોની મુક્તિ નિયમો અનુસાર કરવામાં આવી છે. એએસજી એસવી રાજુએ કહ્યું કે દોષિત ઠેરવવાના સમયે, કોર્ટ એ પણ જાણતી હતી કે 14 વર્ષ પછી માફી આપી શકાય છે. કોર્ટે એવી સજા નથી આપી કે ગુનેગારોને 30 વર્ષ પછી જ છૂટ આપવામાં આવે.

જ્યારે ગેંગરેપ થયો ત્યારે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. ત્રણ વર્ષની બાળકી સહિત તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. જસ્ટિસ નાગરત્ને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 14 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા બાદ તેને સુધારાની તક આપવી જોઈએ. તેમણે કહ્યું, “કાયદો એવું નથી કહેતો કે દરેકને સજા અને ફાંસી આપવામાં આવે, પરંતુ તે કહે છે કે લોકોને સુધારવાની તક આપવી જોઈએ.”

અમુક લોકોને જ છૂટ કેમ?

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે સજામાં મુક્તિની નીતિ માત્ર પસંદગીના લોકોને જ કેમ? બે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે અમે જાણવા માગીએ છીએ કે મુક્તિ નીતિને પસંદગીપૂર્વક કેમ લાગુ કરવામાં આવી રહી છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે શા માટે માત્ર કેટલાક કેદીઓને જ સુધારાની તક આપવામાં આવી? આ તક દરેક કેદીને મળવી જોઈએ. શા માટે માત્ર થોડા કેદીઓને સુધારવાની તક આપવામાં આવી? કેદીઓ લાયક હોય ત્યારે મુક્તિની નીતિ અમલમાં છે કે કેમ તે પ્રશ્ન છે. આ સામૂહિક રીતે ન થવું જોઈએ, તે ફક્ત તે જ લોકો માટે થવું જોઈએ જે તેના માટે પાત્ર છે અથવા આ માફી તે લોકોને આપવી જોઈએ જેમણે તેમની સજાના 14 વર્ષ જેલમાં વિતાવ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુજરાત સરકારે બિલ્કીસના દોષિતોને મુક્ત કર્યા

ગુજરાત સરકારે બિલ્કીસના ગુનેગારોને મુક્ત કરવાનો આદેશ જાહેર કર્યો હતો. એએસજીએ સુપ્રીમ કોર્ટની બેંચને જણાવ્યું હતું કે, ગયા વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટના જ નિર્ણયના આધારે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે માફી અંગે નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારને છે કેન્દ્રને નહીં. ગુજરાત સરકારે 2014માં રિમિશન પોલિસીમાં ફેરફાર કર્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:24 am, Fri, 18 August 23

Next Article