કોંગ્રેસ મોડું ન કરે તો ભાજપને 100થી ઓછી સીટ મળશે અને તેનો સફાયો થશે: નીતિશ કુમાર

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી એકતામાં વિલંબ ન કરવો જોઈએ. બધા એક થઈને ચૂંટણી લડશે, તો જ ભાજપનો સફાયો થશે. કોંગ્રેસે હવે આગળનો નિર્ણય લેવો જોઈએ. અમે તેમની સંમતિની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.

કોંગ્રેસ મોડું ન કરે તો ભાજપને 100થી ઓછી સીટ મળશે અને તેનો સફાયો થશે: નીતિશ કુમાર
Nitish Kumar
| Edited By: | Updated on: Feb 18, 2023 | 1:17 PM

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરી એકવાર વિપક્ષી એકતા માટે નારો લગાવ્યો છે. ઈશારામાં તેમણે કોંગ્રેસ પર વિપક્ષની એકતામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી એકતામાં વિલંબ ન કરવો જોઈએ. બધા એક થઈને ચૂંટણી લડશે, તો જ ભાજપનો સફાયો થશે. કોંગ્રેસે હવે આગળનો નિર્ણય લેવો જોઈએ. અમે તેમની સંમતિની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.

2024માં જો વિપક્ષ એક થઈને ચૂંટણી લડશે તો ભાજપને 100થી ઓછી સીટ મળશે

સીપીઆઈ-એમના 11મા મહાઅધિવેશનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ સમજવું પડશે કે આપણે તમામ ધર્મ અને જાતિના લોકોને સાથે લઈને ચાલવાના છે. 2024માં જો વિપક્ષ એક થઈને ચૂંટણી લડશે તો ભાજપને 100થી ઓછી સીટ મળશે. નીતિશ કુમારે કહ્યું કે ભાજપ છોડ્યા બાદ તેઓ દિલ્હી ગયા અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા. અત્યાર સુધી અમે તેમની સંમતિની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ હવે આમાં વધુ વિલંબ ન કરવો જોઈએ.

 

 

તેજસ્વીએ ભાજપ પર નિશાન સાધ્યું

સીપીઆઈ-એમના 11મા મહાઅધિવેશનમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. તેજસ્વી યાદવે કહ્યું કે બીજેપી સાથે હોવા પર તમારા પર ગમે તેટલા દાગ લાગી ગયા હોય, તે વોશિંગ મશીનની અંદર સાફ થઈ જશે. તમે બધા દેશના બંધારણને બચાવવા માટે લડી રહ્યા છો. એટલા માટે અમે આપ સૌનો આભાર માનીએ છીએ.

 

Published On - 1:17 pm, Sat, 18 February 23