
દિલ્હીની હોટલમાં લાગેલી ભયાનક આગના એક દિવસ પછી આજે 04 મેના દિવસે બિહારના મુઝફ્ફરપુરમાં ભીષણ આગ લાગી હતી. આ આગ સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ મુઝફ્ફરપુરની સૌથી મોટી હોસ્પિટલ, પ્રસાદ હોસ્પિટલના ICUમાં લાગી હતી. જેમાં 3 દર્દીઓના મોત થયા છે. ફાયર વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે ICUમાં 15 બેડ હતા. આગ લાગ્યા પછી આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ત્રણ દર્દીઓના મોત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે 15 દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
પરિજનોનો આરોપ છે કે હોસ્પિટલમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નહોતી. આગ લાગતાની સાથે જ હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. દર્દીઓ અને તેમના સ્વજનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાંથી બહાર દોડી આવ્યા. જોકે ICUમાં દાખલ દર્દીઓ માટે આ ઘટના અત્યંત ભયાનક સાબિત થઈ.
STORY | At least 3 killed in fire at private hospital’s ICU in Bihar’s Muzaffarpur
At least three people were killed after a massive fire broke out in the ICU of a private hospital in Bihar’s Muzaffarpur district early Thursday, a senior official said. The blaze erupted at… https://t.co/W63lU5KlXW
— Press Trust of India (@PTI_News) June 4, 2026
શરૂઆતમાં એવી શંકા છે કે ICUમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હશે. માહિતી મળતાં, ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. અંદર ફસાયેલા દર્દીઓને નજીકના લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યા. બચાવેલા ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગના અધિકારી રામ નિવાસ પાંડેએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હાલમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ જાનહાનિનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે. આગમાં ICUમાં ઘણા દર્દીઓના મોત ગૂંગળામણને કારણે થયા હોઈ શકે છે. અમે શક્ય તેટલી ઝડપથી બધી વિગતો એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.
હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણી ખાનગી હોસ્પિટલોમાં સુરક્ષા ધોરણોનું યોગ્ય પાલન થતું નથી જેના કારણે આવી ઘટનાઓ બને છે.
જિલ્લા કલેક્ટર સુબ્રત કુમાર સેનના જણાવ્યા અનુસાર ICUમાં 13 બેડ હતા પરંતુ ત્યાં 15 દર્દીઓ દાખલ હતા. હાલમાં ત્રણ દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે. આગની ઘટનામાં ICU વોર્ડના ઇન્ચાર્જ પણ દાઝી ગયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાકીના દર્દીઓને રેસ્ક્યૂ કરીને આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.