વધુ એક ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, અકસ્માતમાં 8 લોકોના કરૂણ મોત

ફટાકડાના કારખાનામાં વધુ એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત તમિલનાડુના વિરુધાનગર જિલ્લામાં થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આવો જ એક અકસ્માત થયો હતો જેમાં 13 લોકોના મોત થયા હતા.

વધુ એક ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, અકસ્માતમાં 8 લોકોના કરૂણ મોત
| Updated on: Feb 17, 2024 | 4:47 PM

ફટાકડાના કારખાનામાં વધુ એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત તમિલનાડુના વિરુધાનગર જિલ્લામાં થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી દિવાલોનો કાટમાળ ઉડ્યો હતો. તાજેતરમાં જ મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આવો જ એક અકસ્માત થયો હતો જેમાં 13 લોકોના મોત થયા હતા.

ફાયર વિભાગ અને બચાવ વિભાગના અધિકારીએ દુર્ઘટના વિશે જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. જો કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

 

પ્રાથમિક તપાસને દ્વારા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે અને વિસ્ફોટોનું કારણ જાણવા મળ્યું નથી પણ તપાસ કરવામાં આવી રહી છે.

એમપીના હરદામાં પણ વિસ્ફોટ થયો હતો

તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં પણ ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો. 7 ફેબ્રુઆરીએ, રાજધાની ભોપાલથી લગભગ 150 કિલોમીટર દૂર હરદા શહેરની બહાર બૈરાગઢ વિસ્તારમાં સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને તે પછી ભીષણ આગને કારણે 13 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હરદા અકસ્માતમાં અત્યાર સુધીમાં 6ની ધરપકડ

હરદા શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ અને ત્યારબાદ આગ લાગવાને કારણે 13 લોકોના મોતના સંબંધમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમપી પોલીસે 11 ફેબ્રુઆરીએ વધુ 3 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક અભિનવ ચોકસેએ જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં ફેક્ટરીના 2 માલિકો સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

એસપી ચોકસેએ જણાવ્યું હતું કે એમપી પોલીસે ગયા અઠવાડિયે અમન તમખાને (31) અને આશિષ તમખાને (35)ની ધરપકડ કરી હતી, જ્યારે અભિષેક અગ્રવાલ (34)ની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે પોલીસે ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલ તેમજ સુપરવાઈઝર રફીક ખાનની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ચારે બાજુ સ્મશાન જેવો માહોલ, જ્યાં જુઓ ત્યાં કણસતા જખ્મી લોકો, હરદા ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની સામે આવી ભયાનક તસવીરો