ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખાતર પરની સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય, ખેડૂતો પરનો આર્થિક બોજો ઘટશે

|

Oct 14, 2021 | 3:08 PM

મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતરના ભાવમાં વધારો કર્યો નથી પરંતુ વધુ સબસિડી આપવાની જાહેરાત કરાઈ છે. મોદી કેબિનેટે ખાતર માટેની સબસિડી તરીકે રૂપિયા 28655 કરોડની વધારાની જાહેરાત કરી હતી.

ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખાતર પરની સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય, ખેડૂતો પરનો આર્થિક બોજો ઘટશે
File photo

Follow us on

મોદી કેબિનેટે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ વર્ષ માટે ખાતરોના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે, સરકારે આ બંને પર સબસિડી વધારવાનો પણ નિર્ણય કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સમગ્ર વર્ષ 2021-22 માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરોના વધેલા ભાવો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ સાથે, ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર સબસીડી 438 રૂપિયા પ્રતિ બેગ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. ફાસ્પેટિક અને પોટેસિક ખાતરો માટે આ બેઠકમાં વધારાની 28,655 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ (Cabinet Committee on Economic Affairs – CCEA) એ NP&K ખાતરો માટે પોષક આધારિત સબસિડી (NBS) એટલે કે ઓક્ટોબર, 2021 થી માર્ચ, 2022 ના સમયગાળા માટે ફોસ્ફેટિક અને પોટેસિક ખાતરોને મંજૂરી આપી છે. ખાતર પરના ભાવ અંગેનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ખેડૂતો કૃષિ બિલ (Agricultural bill) સામે સતત આંદોલન કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

NPK ખાતરનો ઉપયોગ પાકના સારા ઉત્પાદન માટે પણ થાય છે. ફોસ્ફેટ અને પોટાશ એનપીકે ખાતરમાં જોવા મળે છે. આ ક્રમમાં, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ફોસ્ફેટિક અને પોટાશ ((P&K) ખાતરો પર રૂ. 28,655 કરોડની ચોખ્ખી સબસિડી જાહેર કરી છે. આનાથી ખેડૂતો ઓક્ટોબરથી શરુ થતી રવિ પાકની વાવણી માટે પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવી શકશે.

કેબિનેટની બેઠકમાં અમૃત યોજના હેઠળ ગંદાપાણી વ્યવસ્થાપન અંગે નવું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન 2.0 માટે 141600 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આમાં કેન્દ્રનું યોગદાન 36,465 કરોડ છે. પ્રથમ તબક્કો નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 સુધીનો છે. આ માટે સરકારે 62,009 કરોડના ફંડની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ Breaking News : શર્લિન ચોપરા રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ કરવા મુંબઈના જુહુ પોલીસ સ્ટેશન પહોંચી, FIR દાખલ કરશે

આ પણ વાંચોઃ Surat : ઘર વિહોણા લોકો માટે કતારગામ અને લીંબાયતમાં 2 હજારથી વધુ બેડની ક્ષમતા ધરાવતા શેલ્ટર હોમ બનાવશે

 

Next Article