Mohan Bhagwat: RSS વડા મોહન ભાગવતનો મોટો દાવો, કહ્યું-ઘણા દેશો ભારતની ભલાઈ નથી ઈચ્છતા, તોડવાના કરી રહ્યું છે પ્રયાસ

|

Jun 21, 2023 | 12:52 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે કેટલીક બાહ્ય શક્તિઓ પોતાના સ્વાર્થ માટે ભારતને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં જો આપણે એકજૂટ રહીશું તો દુનિયાની કોઈ શક્તિ આપણને હરાવી શકશે નહીં.

Mohan Bhagwat: RSS વડા મોહન ભાગવતનો મોટો દાવો, કહ્યું-ઘણા દેશો ભારતની ભલાઈ નથી ઈચ્છતા, તોડવાના કરી રહ્યું છે પ્રયાસ
RSS chief Mohan Bhagwat

Follow us on

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત તેમના નિવેદનોને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક RSS વડાએ એવું કઈ કહ્યું હતુ જે બાદ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. મંગળવારે એક સભા સંબોધતા તેમણે કહ્યું છે કે અસુરી શક્તિઓને ભારતની પ્રગતિ પસંદ નથી કારણ કે તેઓ ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું કે, પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે સમાજને તોડવા માટે દેશ બહારથી પ્રયાસો થઈ રહ્યા છે, કલયુગમાં સાથે રહેવું એ શ્રેષ્ઠ શક્તિ છે.

ભારતને તોડવાના પ્રયાસ

નાગપુરમાં ભગવાન જગન્નાથ પુરીના દર્શન અને આરતી બાદ RSS સંઘ પ્રમુખે કહ્યું કે અમે ભારતના ભાગ્યનો રથ ખેંચી રહ્યા છીએ. ભારતના તમામ લોકો આગળ વધી રહ્યા છે, પરંતુ અસુરી શક્તિઓને આ બધું ગમતું નથી, તેથી તેઓ અલગ અલગ રીતો અપનાવી ભારતને તોડવાના પ્રયાર કરે છે અને દેશમાં અંદરો અંદર ઝઘડા કરાવે છે. આ માટે તેઓ અલગ-અલગ યુક્તિઓ અપનાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જ્યાં સુધી ભારતના લોકો એકજૂટ અને હડી મળીને રહેશે ત્યાં સુધી દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે ભારતને હરાવી શકે, તેથી તેમનો પ્રયાસ ભારતને પણ તોડવાનો નહી રહે. લોકોને કહેવામાં આવે છે કે તમે અલગ છો, તમને આ નથી મળી રહ્યું, તમને તે નથી મળી રહ્યું, આ બધું કરીને પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે સમાજને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે દેશની બહારથી થઈ રહ્યો છે. અન્ય દેશો ભારતનો ઉદય ઇચ્છતા નથી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

‘આપણે સાવધાની સાથે આગળ વધવું પડશે’

સંઘ પ્રમુખે કહ્યું કે આપણી અજ્ઞાનતા અને સ્વાર્થના કારણે કમનસીબે કેટલાક લોકો તેમની અંદર પણ આવી જાય છે. આપણે તેમની સાથે સાવધાની રાખીને આગળ વધવું પડશે. ભગવાન જગન્નાથની સ્મૃતિને ધ્યાનમાં રાખીને, સાથે ચાલવાની અને તેને લોકપ્રિય બનાવવાની વૃત્તિ રાખવાથી દેશ આગળ વધશે અને વિશ્વને ખુશ કરશે.

‘કોઈ ખામી હોય તો સાથે બેસીને ઉકેલો’

નોંધપાત્ર રીતે, સંઘના વડાએ આ મહિનાની શરૂઆતમાં પણ લોકોને દેશની અંદર એકજૂટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરહદ પર દુશ્મનો સામે આપણી તાકાત બતાવવાને બદલે આપણે એકબીજાની વચ્ચે લડી રહ્યા છીએ. દરેક વ્યક્તિએ ભારતની અખંડિતતા જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પછી, જો કોઈ ખામીઓ હોય, તો તેના પર સાથે મળીને કામ કરવું જોઈએ.

જાતિ પ્રથાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આપણે સ્વીકારવું પડશે કે આ અંગે દેશમાં ઘણું થયું છે. આપણને આપણા વડવાઓ પર ગર્વ છે પરંતુ તેમનાથી થયેલી કેટલીક ભૂલો પણ દૂર કરવી પડે છે. કોરોના જેવી મહામારી દરમિયાન પણ ભારતે શાનદાર કામ કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article