દિલ્હીમાં NIAની મોટી કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા પાડી ISISના ત્રણ ઈનામી આતંકીઓની શોધખોળ હાથ ધરી

|

Sep 30, 2023 | 1:56 PM

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ સમગ્ર શહેરમાં દરોડા પાડીને શોધખોડ શરુ કરી છે. NIAએ વોન્ટેડ આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે. આ મામલામાં મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી તેની સાથે ઉઝામા ઉર્ફે અબ્દુલ્લાહ,અને રિઝવાન અબ્દુલ હાજી અલી અને તેમની સાથે વધુ એક નામ અબ્દુલ્લા ફયાઝ શેખનો સમાવેશ થાય છે. NIAની સાથે પુણે પોલીસ પણ આ દરોડામાં સામેલ છે.

દિલ્હીમાં NIAની મોટી કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા પાડી ISISના ત્રણ ઈનામી આતંકીઓની શોધખોળ હાથ ધરી
Big action by NIA

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં ISISના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સાથે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ સમગ્ર શહેરમાં દરોડા પાડીને શોધખોડ શરુ કરી છે. NIAએ વોન્ટેડ આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે.

આ મામલામાં મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી તેની સાથે ઉઝામા ઉર્ફે અબ્દુલ્લાહ,અને રિઝવાન અબ્દુલ હાજી અલી અને તેમની સાથે વધુ એક નામ અબ્દુલ્લા ફયાઝ શેખનો સમાવેશ થાય છે. NIAની સાથે પુણે પોલીસ પણ આ દરોડામાં સામેલ છે. ત્યારે આ સમગ્ર કાર્યવાહીખાલિસ્તાનીઓ વિરુદ્ધ થઈ રહી છે.

NIA ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA ખાલિસ્તાનીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ અગાઉ એજન્સીએ પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં સહિત ઘણા રાજ્યમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

મીડિયા એહવાલ મુજબ NIA એ દેશના અનેક રાજ્યોમાં 53 સ્થાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં આતંકવાદી-ગેંગસ્ટર-ડ્રગ સ્મગલરની સાથે સાથે હથિયાર સપ્લાયર્સ, ફાઇનાન્સર્સ અને વિવિધ કટ્ટરપંથી ગેંગ અને તેમની સાથે સંડોળાયેલા તમામ લોકોની ઝડપી પાડવા મોટી કાર્યવાહી કરી હતી જેમાં કેટલાક હથિયારો સાથે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ખાલિસ્તાનીઓ વિરુદ્ધ NIAની સતત કાર્યવાહી

NIA એજન્સીએ દરોડા દરમિયાન ખાલિસ્તાનીઓના ઠેકાણા પરથી અનેક પિસ્તોલ, દારૂગોળો,સહિત મોટી સંખ્યામાં ડિજિટલ ઉપકરણો અને કેટલીક સામગ્રી જપ્ત કરી હતી. ત્યારે તમને જણાવી દઈએ કે અગાઉ 2022ના ઓગસ્ટ મહિનામાં જ આતંકવાદ અને આવી દેશ વિરોધી પ્રવૃતિ મામલે પાંચ કેસ નોંધ્યા હતા જે બાદ NIA એક્શનમાં આવી હતી અનવે સતત કાર્યવાહી કરીને મોટાભાગના લોકોને ઝડપી પાડ્યા હતા

ત્યારે આ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે ભારતમાં ગેંગનું નેતૃત્વ કરનારા ઘણા ગેંગસ્ટરો વિદેશ નાસી છૂટ્યા છે, અને હવે ત્યાં વિદેશમાં બેઠા બેઠા દેશ વિરુદ્ધ હિંસા ભડકાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે NIA ફરી સક્રિય બન્યું છે અને આતંકીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.

ખાલિસ્તાની તરફી આતંકવાદીઓ વિદેશ ભાગી ગયા હતા

નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સીનું કહેવું છે કે મોટાભાગના દેશ વિરોધી પ્રવૃતિ કરતી ગેંગ પાકિસ્તાન, UAE, કેનેડા,સહિત અન્ય દેશોમાં નાસીછૂટી છે અને ત્યાં બેઠા બેઠા ભારતમાં હિંસા ભડકાવવાનું કામ કરી રહી છે. મોટાભાગના ડ્રગ્સ સ્મગલર્સ અને આતંકવાદીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. NIAએ આ સાથે એ પણ જણાવ્યું હતું કે આ ગુનેગારો ભારતભરની જેલોમાં બંધ ગુનેગારો સાથે મળીને બદલો લેવા અને ભારતની શાંતીને ડહોળવાના પ્રયાસો કરી રહ્યા છે.

પૂંચમાં અનેક સ્થળોએ દરોડા

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રાજૌરીના ધાંગરી ગામમાં આતંકવાદી હુમલાની તપાસના સંદર્ભમાં પૂંચ જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ વર્ષે 1 જાન્યુઆરીએ ધાંગરી ગામમાં થયેલા આ હુમલામાં સાત નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 8 ઘાયલ થયા હતા. NIA દ્વારા હુમલાખોરોને આશ્રય આપવાના કેસમાં પૂંચ જિલ્લાના ગુરસાઈ ગામના બે વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:18 pm, Sat, 30 September 23

Next Article