
ભારતીય વેઈટલિફ્ટર બિંદિયારાની દેવીએ દક્ષિણ કોરિયામાં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આખા દેશને ખુશીઓ આપી, પરંતુ જીત પછી તે પોતે રડી પડી હતી, તેનું કારણ માતા-પિતા સાથે વાત ન થઈ શકવાનું છે. બિંદિયારાનીને એ પણ ખબર નથી કે તેના મેડલના સમાચાર તેના પરિવાર સુધી પહોંચ્યા છે કે નહીં.
આ પણ વાચો: Manipur Violence: હિંસાને લઈ કેનેડા સર્તક, પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
બિંદિયારાની તેના માતા-પિતાની સુરક્ષાને લઈને પણ ટેન્શનમાં છે. હકીકતમાં, મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. દેખાવકારો વચ્ચે જોતા જ ગોળીબાર કરવાનો પણ આદેશ છે. ત્યાં સુધી કે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી બિંદિયારાની પરિવાર સાથે વાત પણ થઈ શકી નથી.
Indian Railways Weightlifter Ms S.Bindyarani Devi brings home the Silver, shining bright at the 2023 AWF Asian Senior (Men & Women) Championships held at Jinju (Korea). pic.twitter.com/fqqfBzFK3W
— Ministry of Railways (@RailMinIndia) May 6, 2023
પીટીઆઈના સમાચાર મુજબ, જીત બાદ બિંદિયા રડવા લાગી હતી. તેણે કહ્યું કે દરેક મેચ પહેલા તેની માતા તેને ફોન કરીને આશીર્વાદ આપે છે, પરંતુ તે અહીં વાત કરી શકતી નથી. તેમણે કહ્યું કે તે ડરી ગઈ છે. મેચ પહેલા તેનું મન પણ રડવાનું કહી રહ્યું હતું.
ભારતની સ્ટાર વેઈટલિફ્ટર બિંદિયારાનીએ આ ટુર્નામેન્ટમાં 194 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. 24 વર્ષની બિંદિયારાનીએ ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કુલ 202 કિલો વજન ઉપાડ્યું હતું, બિંદિયારાનીએ ક્લીન એન્ડ જર્કમાં 116 કિલો વજન ઉઠાવીને ગેમ્સ અને નેશનલ રેકોર્ડ તોડ્યો હતો.
મણિપુરમાં બહુમતી મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે સામેલ કરવાની માંગ સામે 3 મેના રોજ એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન, મણિપુર દ્વારા આયોજિત ‘આદિજાતિ એકતા માર્ચ’ને પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. આ અચાનક હિંસાએ મણિપુરના ઘણા જિલ્લાઓને ઘેરી લીધા હતા. તાત્કાલિક પગલાં લેતા, સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે રાજ્યમાં આસામ રાઇફલ્સ અને સેનાના એકમોને તૈનાત કર્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…