
Shocking Video: વરિષ્ઠ ફોરેન્સિક દવાના નિષ્ણાત ડોક્ટર સી.એસ. જૈનનું હાર્ટ એટેકના (Heart Attack) કારણે નિધન થયું છે. તે પાર્ટીમાં મિત્રો સાથે ડાન્સ કરી રહ્યો હતા, તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ભોપાલના અગ્રણી ફોરેન્સિક નિષ્ણાત સીએસ જૈનનું (CS Jain) 67 વર્ષની વયે અવસાન થયું છે. જૈન પાર્ટીમાં અન્ય ડોક્ટરો સાથે ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે ડાન્સ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ડાન્સ કરતા-કરતા પડી જાય છે. બાદમાં ત્યાં હાજર લોકો તેને હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે તેના સાથીઓ તેને નજીકની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં (Super Speciality Hospital) લઈ ગયા હતા. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની પુત્રી યુએસએમાં રહે છે. તેમની કારકિર્દી દરમિયાન ડો,જૈને ત્રણ હજારથી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું છે.
તમને જણાવી દઈએ કે આ ઘટના રવિવારે બની હતી, જ્યારે ડોક્ટર સી.એસ. જૈન હોટલ જહાનુમામાં તેમના મિત્રો સાથે પાર્ટીમાં હતા. આ પાર્ટીમાં ઘણા નામાંકિત ડોકટરો હાજર રહ્યા હતા. દરેક લોકો ફિલ્મી ગીતોની ધૂન પર ઝૂમી રહ્યા હતા. ડોક્ટર સીએસ જૈન પણ ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવે છે અને તે પડી જાય છે. ડો. સીએસ જૈન 1975 બેચના ડોક્ટર હતા. તે ભોપાલ શહેરના સૌથી જૂના ફોરેન્સિક નિષ્ણાત હતા.16 સેકન્ડનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Video : ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં આ ગર્ભવતી મહિલા પડી ગઈ, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !
આ પણ વાંચો: Viral Video : 84 વર્ષના દાદીએ વિમાન ઉડાવ્યુ ! દાદીનું આ પરાક્રમ જોઈને તમે પણ ચોંકી જશો