PM Modi in Bhopal: બૂથ કાર્યકરોને પીએમ મોદીનો મંત્ર, જણાવ્યું કે લોકોને કેવી રીતે તમારી સાથે જોડવા

|

Jun 27, 2023 | 3:58 PM

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આ સાથે વડાપ્રધાન મોદીએ કાર્યકરોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

PM Modi in Bhopal: બૂથ કાર્યકરોને પીએમ મોદીનો મંત્ર, જણાવ્યું કે લોકોને કેવી રીતે તમારી સાથે જોડવા
PM Narendra Modi

Follow us on

PM Modi Bhopal Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ દેશના મોટા શહેરોને જોડતી 5 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘मेरा बूथ सबसे मजबूत’ કાર્યક્રમમાં ભાગ લીધો અને ભાજપના (BJP) કાર્યકરોને સફળતાનો મૂળ મંત્ર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કેવી રીતે યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી શકાય.

પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપની સૌથી મોટી તાકાત

PM મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે જ્યારે તમારી સરકાર દેશ-રાજ્ય સ્તર પર કામ કરી રહી છે, તો તમે કેવી રીતે સારું કામ કરી શકો છો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આ સાથે વડાપ્રધાન મોદીએ કાર્યકરોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

કેન્દ્ર કે રાજ્ય સરકાર નવી નીતિ લોકો સુધી લઈ જવાનું કામ બુથ કાર્યકરનું

મધ્યપ્રદેશના દમોહના રહેવાશી અને ભાજપના કાર્યકર રામ પટેલે એક પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે મંડળ કક્ષાના કાર્યકર પણ રહ્યા છો, તો તમે રાજકારણ ઉપરાંત સામાજિક જોડાણને કેવી રીતે જુઓ છો? આ પ્રશ્નનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, બૂથ બહુ મોટું યુનિટ છે. બૂથમાં રાજકીય કાર્યકરથી ઉપર ઊઠીને સમાજના સુખ-દુઃખના સાથી તરીકે પોતાની ઓળખ બનાવવી જોઈએ. જો કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ નવી નીતિ બનાવે છે તો તેને લોકો સુધી લઈ જવાનું કામ બુથ કાર્યકરનું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : PM Modi Lunch Vande Bharat: પીએમ મોદીએ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની આપી સૌગાત, ભોપાલમાં ટ્રેનને બતાવી લીલી ઝંડી

વડાપ્રધાન મોદી કહ્યું કે અમે AC રૂમમાં બેસીને પાર્ટી નથી ચલાવી રહ્યા વતા. અમે જનતાની વચ્ચે જઈએ છીએ. અમે એક નિયમ બનાવીએ છીએ, જે હેઠળ બૂથ પર જગ્યા નક્કી કર્યા પછી ત્યાં ન્યૂઝ પેપરના કટિંગ્સ લગાવવાના રહેશે જેથી લોકોને યોજનાઓ વિશે સરળતાથી જાણકારી મળી શકે. બૂથની અંદર લડવાની જરૂર નથી, સેવા એ શ્રેષ્ઠ માર્ગ છે.

કાર્યકરના હૃદયમાં વધુ કામ કરવાની ભૂખ હોવી જોઈએ

આંધ્રપ્રદેશના કાર્યકર્તા સલ્લા રામક્રિષ્નને પીએમને સવાલ કર્યો કે, સરકાર કેન્દ્ર અને રાજ્ય સ્તરે કામ કરી રહી છે, તમે અમને માર્ગદર્શન આપો કે અમારા જેવા કાર્યકર્તાઓ કેવી રીતે વધુ સારૂ કાર્ય કરી શકે? વડાપ્રધાને જવાબ આપતા કહ્યુ કે, કાર્યકરના હૃદયમાં વધુ કામ કરવાની ભૂખ હોવી એ સૌથી મોટી તાકાત છે. તમારે દરેક નાની પ્રયાસો પણ કરવા પડશે. જેમ કે ગામને કેવી રીતે હરિયાળું બનાવી શકાય. જો કોઈ બાળક સ્કૂલ છોડે છે તો તેનું કારણ જાણવાનો પ્રયાસ કરો. જો કોઈ વ્યક્તિ કે પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં છે, તો તેને મદદ કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article