BHARAT BIOTECHની મોટી જાહેરાત, ‘Covaxin’ રસીની સાઈડ ઈફેક્ટ સામે આપશે વળતર

કોરોનાનો જડમૂળથી નાશ કરવા ભારતમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે. આ રસીકરણ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી.

BHARAT BIOTECHની મોટી જાહેરાત, Covaxin રસીની સાઈડ ઈફેક્ટ સામે આપશે વળતર
પ્રતિકાત્મક ફોટો
| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:08 PM

કોરોનાનો જડમૂળથી નાશ કરવા ભારતમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે. આ રસીકરણ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી. આ દરમિયાન ભારતમાં કોરોના રસી કોવેક્સીન (Covaxin) બનાવનારી કંપની ભારત બાયોટેકે (BHARAT BIOTECH) મોટી જાહેરાત કરી છે. ભારત બાયોટેકે કહ્યું કે કોરોના વેક્સિન કોવેક્સિનના સાઈડ ઈફેક્ટ સામે કંપની રસી મુકાવનારને વળતર આપશે. ભારત બાયોટેકે કહ્યું કે કોવેક્સીન લગાવ્યા બાદ જો કોઈ વ્યક્તિના શરીરમાં ઘાતક અસરો દેખાશે તો કંપની તે વ્યક્તિને વળતર આપશે.

 

 

વૈજ્ઞાનિકો-સંધોશકો પ્રસંશાને પાત્ર: વડાપ્રધાન મોદી

કેન્દ્ર સરકારે ભારત બાયોટેકને કોવેક્સીન (Covaxin)ના 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. વડાપ્રધાન મોદીએ (PM MODI)રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવતા પોતાના સંબોધનમાં આનંદ વ્યક્ત કરતા કહ્યું કે માત્ર થોડાક જ સમયમાં કોરોનાની વેક્સિન આવી ગઈ છે. સામાન્ય રીતે આવી રસીને બનાવતા વર્ષો લાગી જાય છે, પરંતુ આટલા ઓછા સમયમાં એક નહીં પણ બે-બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન બનાવવામાં આવી છે. આટલું જ નહીં હજી ઘણી વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે વેક્સિન રીસર્ચ સાથે જોડાયેલા સંશોધકો અને વૈજ્ઞાનિકો પ્રસંશાને પાત્ર છે. પાછલા ઘણા સમયથી આ લોકોએ કોરોના વિરૂદ્ધ વેક્સિન બનાવવામાં દિવસ-રાત કામે લાગેલા હતા.

 

ભારત બાયોટેકે શા માટે કરી વળતરની જાહેરાત?

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિન (Covaxin)પર ઘણા બધા પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યાં છે અને કોવેક્સિન વિશે અફવાઓ ફેલાવી વેક્સિનનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ માટે ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે કોરોના વેક્સિન કોવેક્સિન (Covaxin) લગાવવાથી જો કોઈ વ્યક્તિમાં ઘાતક અસરો જણાશે તો કંપની તેને વળતર આપશે. વડાપ્રધાન મોદીએ (PM MODI) પણ રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવતા પોતાના સંબોધનમાં દેશના લોકોને કહ્યું કે રસીકરણ અંગેની અફવાઓથી દુર રહો અને જુઠ્ઠાણા પર ધ્યાન ન આપો.

 

આ પણ વાંચો: ONLINE ખરીદીના ચક્કરમાં લખી દીધું ગજબ ADDRESS, તસ્વીર થઈ રહી છે સોશિયલ મીડિયામાં VIRAL