Bhabanipur By Poll Result: મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પરથી જીત

|

Oct 03, 2021 | 2:16 PM

મમતા બેનર્જી માટે આ ચૂંટણી જીતવી ઘણી મહત્વની હતી, કારણ કે મમતા બેનર્જીને નંદીગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા અને સીએમ રહેવા માટે તેમને આ ચૂંટણી જીતવી જરૂરી હતી.

Bhabanipur By Poll Result: મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પરથી જીત
Mamata Banerjee

Follow us on

પશ્ચિમ બંગાળની કમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamata Banerjee) હાથમાં રહેશે કે નહીં તે આજે નક્કી થવાનું હતું. આજે ભવાનીપુર બેઠક (bhabanipur By-Poll Result 2021) પર યોજાયેલી પેટા ચૂંટણીની ગણતરી પૂર્ણ થઈ છે, જેમા મમતા બેનર્જીની જીત થઈ છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં હતા અને તેમની સામે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટીબરેવાલ (BJP Priyanka Tibrewal) મેદાનમાં છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. મુખ્યમંત્રી પદ પર રહેવા માટે તેમણે આ પેટા ચૂંટણી લડ્યા હતા. ભાજપની પ્રિયંકા ટીબરેવાલ ભવાનીપુરમાં બેનર્જી સામે મેદાનમાં હતા, જ્યારે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી (CPI-M) એ શ્રીજીબ બિસ્વાસને ટિકિટ આપી હતી.

ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન થયું હતું

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ચૂંટણી પંચ અનુસાર, ભવાનીપુરમાં 53.32 ટકા મતદાન થયું. આ સિવાય મુર્શીદાબાદ જિલ્લાના જંગીપુરમાં 76.12 ટકા લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે સંસેરગંજમાં 78.60 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

મમતા માટે મહત્વની ચૂંટણી

મમતા બેનર્જી માટે આ ચૂંટણી ઘણી મહત્વની હતી, કારણ કે મમતા બેનર્જીને નંદીગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા અને સીએમ રહેવા માટે તેમને આ ચૂંટણી જીતવી જરૂરી હતી. તો જ તે મુખ્યમંત્રી પદ પર રહી શકશે.

આ પણ વાંચો : India Corona Update : કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 22,842 નવા કેસ નોંધાયા

આ પણ વાંચો : ગોવામાં કોંગ્રેસ પર છવાયા સંકટના વાદળો ! કોંગ્રેસનો હાથ છોડી MLA લૌરેન્કો AAP માં જોડાશે

Next Article