
બેસનનો ઉપયોગ એમ તો ભારતીય રસોઈમાં વધારો થતો જોવા મળે છે, પછી એ સ્વાદિષ્ટ હોમ મેડ મિઠાઈ હોય કે પછી મસાલેદાર પકોડા, બેસન તમામ જગ્યા પર પોતાના સ્વાદ માટે વખણાય છે, પરંતુ શું તને જાણો છો કે જમવાનાં વપરાશમાં આવતું બેસન, સુકા પડી ગયેલા માથાનાં વાળમાં નવેસરથી રોનક લાવવા માટે પણ વપરાય છે. જી હાં આ એક સસ્તો અને પ્રભાવી ઉપાય છે કે જે વાળની વિવિધ સમસ્યાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આવો જાણીએ કે વાળની સમસ્યા અને તેના ઉપચાર માટે બેસનનાં ફાયદા શું છે.
બેસન કેવી રીતે ફાયદો પહોચાડે છે
માથામાં થતા ખોળોથી અપાવશે છુટકારો
સુકા વાળમાં પોષણ પૂરૂ પાડે છે બેસન
બેસન તમારા સુકા અને બેજાન વાળને મુલાયમ અને ચમકદાર વાળમાં બદલી શકે છે. અહિંયા અમે તમને બેસનનો ઉપયોગ કરવાની રીત બતાવી રહ્યા છે.
સામગ્રી
બે મોટા ચમચા બેસન
બે ચમચી મધ
એક ચમચી નારિયેળ તેલ
જરૂરિયાત પ્રમાણે પાણી
ઉપયોગની રીત
બેસન, મધ, નારિયેળ તેલ અને પાણીને મેળવી એક મિશ્રણ તૈયાર કરી ને તેને શેમ્પુની જેમ વપરાશ કરવું જોઈએ, આ મિશ્રણને વાળમાં લગાવીને ધીમે ધીમે હાથથી મસાજ કરો પછી થોડો સમય એમ જ છોડી દો, મહિનામાં આ બે થી ત્રણ વાર કરી શકો છો. આ કરવાથી વાળને મહત્વનાં પોષક તત્વ પુરા પાડે છે સાથે જ મધ અને તેલ વાળને મુલાયમ બનાવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:06 pm, Thu, 27 August 20