ભાજપ ધારાસભ્યના પુત્રના ઘરેથી મળ્યો ‘ખજાનો’, 500 રૂપિયાની નોટોના બંડલ જોઈ અધિકારીઓ પણ દંગ રહી ગયા

|

Mar 03, 2023 | 12:08 PM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેન્ડરની પ્રક્રિયામાં ટેન્ડર પાસ કરવા માટે 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ પછી, તે તેની ઓફિસમાં 40 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો હતો. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે લોકાયુક્તની ટીમ આ મામલે ભાજપના ધારાસભ્યની પણ પૂછપરછ કરી શકે છે.

ભાજપ ધારાસભ્યના પુત્રના ઘરેથી મળ્યો ખજાનો, 500 રૂપિયાની નોટોના બંડલ જોઈ અધિકારીઓ પણ દંગ રહી ગયા

Follow us on

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભાજપના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાના પુત્રના ઘરેથી 6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. દરોડા દરમિયાન લોકાયુક્તના અધિકારીઓને આ રોકડ મળી છે. લોકાયુક્ત અધિકારીઓએ શુક્રવારે પ્રશાંત માદલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘરની અંદરનો નજારો જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.

લોકાયુક્તની ટીમે 40 લાખની લાંચ લેતા પ્રશાંત માદલની ધરપકડ કરી

ઘરના ખૂણામાં જ્યાં અધિકાર હાથ મૂકતા હતા ત્યાંથી નોટોના બંડલ નીકળતા હતા. લોકાયુક્તની ટીમે ગુરુવારે 40 લાખની લાંચ લેતા પ્રશાંત માદલની ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ હવે તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. લોકાયુક્તની ટીમ હજુ પણ પ્રશાંતના ઘરે હાજર છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

આટલી મોટી રકમ મળી આવતા ખળભળાટ મચી ગયો

કર્ણાટકમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી આટલી મોટી રકમ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. લોકાયુક્તની ટીમે પ્રશાંતને તેની ઓફિસમાં રંગે હાથે પકડી લીધો હતો. આ પછી લોકાયુક્તની ટીમ તેના ઘરે પહોંચી અને શોધખોળ શરૂ કરી. થોડી જ વારમાં ઘરના ખૂણે ખૂણેથી નોટોના બંડલ આવવા લાગ્યા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

40 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રશાંતે ટેન્ડરની પ્રક્રિયામાં ટેન્ડર પાસ કરવા માટે કોઈની પાસેથી 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ પછી, તે તેની ઓફિસમાં 40 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો હતો. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે લોકાયુક્તની ટીમ આ મામલે ભાજપના ધારાસભ્યની પણ પૂછપરછ કરી શકે છે.

ઓફિસમાંથી 1.7 કરોડની રોકડ મળી આવી

પ્રશાંત લાંચ લેતા રંગે હાથ ઝડપાયા બાદ લોકાયુક્તની ટીમે તેની ધરપકડ કરી છે. સૂત્રોનું માનીએ તો પ્રશાંત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં નાણાકીય સલાહકાર પણ રહી ચૂક્યા છે. ગુરુવારે, પ્રશાંતને રંગે હાથે પકડ્યા પછી, એક લોકાયુક્ત અધિકારીએ કહ્યું હતું કે તેમની ટીમે ધારાસભ્યના પુત્રની ઓફિસની તપાસ કરી હતી. ઓફિસમાંથી 1.7 કરોડની રોકડ મળી આવી હતી. અધિકારીએ કહ્યું હતું કે તેને શંકા છે કે પ્રશાંત તેના પિતાના નામે લોકો પાસેથી લાંચ લેતો હતો. અમે તેમની ઓફિસમાંથી મળેલા રૂપિયાની તપાસ કરી રહ્યા છીએ.

Next Article