President Election 2022 : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા, વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ ભાજપના સભ્યોને અપીલ કરી – “હું એક સમયે તમારી પાર્ટીનો હતો”

|

Jul 17, 2022 | 11:00 PM

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન થવાનું છે. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ મતદાનના એક દિવસ પહેલા જ વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાએ (Yashwant Sinha) ભાજપમાં ઘુસવાનો પ્રયાસ કર્યો છે.

President Election 2022 :  રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા, વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ ભાજપના સભ્યોને અપીલ કરી - હું એક સમયે તમારી પાર્ટીનો હતો
યશંવત સિન્હા (ફાઇલ)

Follow us on

દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની (Presidential Election) પ્રક્રિયા ચરમસીમાએ છે. જે અંતર્ગત સોમવારે નવા પ્રમુખની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ પહેલા રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારોએ દેશભરની એસેમ્બલીઓની મુલાકાત લઈને સમર્થન એકત્ર કર્યું છે. મતદાન પ્રક્રિયાના એક દિવસ પહેલા જ વિપક્ષી દળોના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ (Yashwant Sinha) ભાજપમાં ખળભળાટ મચાવવાનો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાએ ભાજપના સભ્યોને પોતાની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરતા કહ્યું છે કે તેઓ પણ એક સમયે ભાજપમાં હતા. તેમણે દરેકને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને મતદાન કરવાની અપીલ કરી હતી.

જૂની ભાજપ સમાપ્ત થઈ ગઈ છે, સુધારાની આ છેલ્લી તક છેઃ યશવંત સિંહા

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ મતદાનની પૂર્વ સંધ્યાએ પોતાની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. ભાજપના સભ્યોને તેમની તરફેણમાં મતદાન કરવા અપીલ કરતાં તેમણે કહ્યું કે તેઓ પણ એક સમયે ભાજપમાં હતા. તે જ સમયે, તેમણે કહ્યું કે તે પાર્ટી (જૂની ભાજપ) સમાપ્ત થઈ ગઈ છે. જે આ દિવસોમાં નવા નેતાના કબજામાં છે. ભાજપના સભ્યોને સંબોધતા તેમણે પોતાની અપીલમાં જણાવ્યું હતું કે આ ચૂંટણી ભાજપને સુધારવાની છેલ્લી તક છે. જેમાં ભાજપના સભ્યો પોતાનો વિજય સુનિશ્ચિત કરીને પોતાના પક્ષ અને દેશને લોકશાહી બચાવવાનું મહાકાય કાર્ય કરશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વિચારધારા અને આદર્શોની પસંદગીઃ યશવંત સિંહા

સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પહેલા, વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાએ રવિવારે કહ્યું કે આ ચૂંટણી બે ઉમેદવારો વચ્ચે નથી. તે વિચારધારા અને આદર્શોની પસંદગી છે. જેનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ કહ્યું કે તેમની વિચારધારા બંધારણ છે. સાથે જ તેમણે નામ લીધા વિના કહ્યું કે તેમના હરીફ ઉમેદવાર એવા વિચારોને સમર્થન આપે છે જેનો વિચાર બંધારણ બદલવાનો છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન છે

રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લગભગ 10.86 લાખ મતોની ઇલેક્ટોરલ કૉલેજ છે. જેમાંથી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને 48 ટકાથી વધુ મત મળવાનો અંદાજ છે. બીજી તરફ ભાજપને શિવસેના, ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ અને બીજુ જનતા દળ જેવા પ્રાદેશિક પક્ષોનું સમર્થન મળવાની ધારણા છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ ભાજપની કોર્ટમાં જતું જોવા મળી રહ્યું છે. પરંતુ, આ પહેલા વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ ભાજપમાં છેડો ફાડવાનો પ્રયાસ કર્યો છે.

Next Article