અટારી-વાઘા બોર્ડર પર યોજાઈ બીટિંગ ધ રિટ્રીટ, અદમ્ય સાહસ અને પરાક્રમનું થયુ પ્રદર્શન

|

Aug 15, 2022 | 9:36 PM

Beating Retreat Ceremony : સ્વતંત્રતા દિવસ પર અટારી બોર્ડર ખાતે આઝાદીનો પર્વ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો. આજે અટારી-વાઘા પર વર્ષોથી ચાલી બીટિંગ ધ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અટારી-વાઘા બોર્ડર પર યોજાઈ બીટિંગ ધ રિટ્રીટ, અદમ્ય સાહસ અને પરાક્રમનું થયુ પ્રદર્શન
Beating the retreat
Image Credit source: file photo

Follow us on

આઝાદીના 75 વર્ષની ઉજવણી માટેનો આઝાદીનો અમૃત મહોત્સવ આજે આખા દેશમાં હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાનને કારણે ભારતવાસીઓમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ભારતના લગભગ દરેક ઘર પર ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો. આજે પંજાબના અમૃતસરની અટારી-વાઘા બોર્ડર (Attari-Wagah Border) પર બીટિંગ ધ રિટ્રીટનું (Beating Retreat Ceremony) આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજનને આનંદ માણવા માટે અનેક લોકો હાજર રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો દેશભક્તિના ગીતો પર જુમી ઉઠયા હતા. આ બીટિંગ ધ રિટ્રીટના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

અટારી-વાઘા બોર્ડર પર આ બીટિંગ ધ રિટ્રીટનું આયોજનની શરુઆત વર્ષ 1959થી થઈ હતી. અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન અને ભારત વચ્ચેના ભાઈચારા અને સહયોગનું પ્રદર્શન કરવામાં આવે છે. આ બીટિંગ ધ રિટ્રીટમાં ભારત-પાકિસ્તાનના સૈનાના જવાનો વચ્ચે માર્ચ કરવામાં આવે છે. આ સેરેમનીમાં બીએસએફ અને પાકિસ્તાનના રેન્ઝર વચ્ચે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાનના અનેક લોકો દૂર દૂરથી આ બીટિંગ ધ રિટ્રીટ જોવા આવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટના નજારા

 

 

 

લગભગ 2 વર્ષ સુધી દર્શકો વગર યોજાઈ હતી સેરેમની

આજે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અટારી-વાઘા બોર્ડર પર ભારતીય સેનાએ પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી હતી. જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી આ બીટિંગ ધ રિટ્રીટમાં દર્શકો આવી શક્યા ન હતા. આ 2 વર્ષ બીટિંગ ધ રિટ્રીટ દર્શકો વગર યોજાઈ હતી. આ સેરેમની માટે અટારી બોર્ડરથી અમૃતસર સુધી લગભગ 5 કિમી સુધીની લોકોની લાઈન લાગી હતી. આ વખતે બીટિંગ ધ રિટ્રીટમાં 10 હજારથી વધારે લોકો આવ્યા હતા.

Next Article