બરેલીમાં જુમ્માની નમાજ બાદ બબાલ, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ, મૌલાના તૌકીર રજાએ રસ્તા પર ઉતરવાનું એલાન કરતા બગડ્યો માહોલ

બરેલીમાં, "આઈ લવ મોહમ્મદ" પોસ્ટર વિવાદ પર મુસ્લિમ સમુદાયના લોકોએ શુક્રવારની નમાજ પછી વિરોધ પ્રદર્શન કર્યું. મૌલાના તૌકીર રઝાની જાહેરાત બાદ, સેંકડો લોકો પોસ્ટરો અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે બેકાબૂ ભીડ માની નહીં અને અંતે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. આ ઘટના બાદ શહેરમાં તણાવગ્રસ્ત માહોલ છે.

બરેલીમાં જુમ્માની નમાજ બાદ બબાલ, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ, મૌલાના તૌકીર રજાએ રસ્તા પર ઉતરવાનું એલાન કરતા બગડ્યો માહોલ
| Updated on: Sep 26, 2025 | 6:56 PM

ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાજ પછી અંધાધૂંધી ફાટી નીકળી. પોલીસે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો. “આઈ લવ મોહમ્મદ” પોસ્ટર વિવાદ પર વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આઈએમસીના વડા મૌલાના તૌકીર રઝાએ વિરોધની જાહેરાત કરી હતી. પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડે માની નહીં અને બેરિકેડ તોડીને આગળ વધી ગઈ. પરિણામે, પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો. હાલ પરિસ્થિતિ ઘણી તંગ બનેલી છે.

બરેલીમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ સમુદાયના સભ્યોએ ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટર વિવાદ પર વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના વિવિધ ભાગોમાં પોસ્ટરો અને બેનરો સાથે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના કારણે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

શ્યામગંજ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ અને બરેલી SP (ક્રાઈમ) વચ્ચે ઝપાઝપી થઈ. ત્યારે જવાબી કાર્યવાહીમાં અને પરિસ્થિતિ વધુ તંગ થતી જોતા શ્યામગંજમાં દુકાનો બંધ કરાવી દીધી હતી. ત્યાં સુધીમાં તો નૌમહલા મસ્જિદની બહાર પણ ભીડ એકઠી થઈ ગઈ. જ્યારે ભીડ બેકાબૂ બની ગઈ, ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો, જેના કારણે સેંકડો લોકો થોડીવારમાં જ આવીને એકત્ર થઈ ગયા.

આપને જણાવી દઈએ કે મૌલાના તૌકીર રઝાએ ‘આઈ લવ મોહમ્મદ’ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ મોકલવાની ધમકી આપી હતી. તેમણે રસ્તા પર ઉતરી પ્રદર્શનની જાહેરાત કરી હતી, જેના કારણે પોલીસ હાઈ એલર્ટ પર હતી. ભીડને કાબૂમાં લેવા માટે હજારો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

શુક્રવાર સવારથી જ ઇસ્લામિયા મેદાન અને બિહારીપુરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા હતા. શ્યામગંજ મંડી તરફ જતા રસ્તા પર બેરિકેડિંગ સાથે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં, જેમ જેમ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા, પરિસ્થિતિ તંગ બનતી ગઈ. અંતે, શુક્રવારની નમાજ પછી, લોકો સૂત્રોચ્ચાર કરતા એક સરઘસ સ્વરૂપે રસ્તા પર ઉતરી આવ્યા. ત્યાં બૂમો પડી, હંગામો થયો, અને જ્યારે પોલીસે તેમને રોક્યા, ત્યારે અથડામણ થઈ. ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો.

ગાંધીનગર: બારણા તોડી, ઘરમાં ઘુસી, કોલર ખેંચીને લઈ ગઈ પોલીસ, ગુજરાતની શાંતિ ડહોળનારાને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન- Video

Published On - 6:46 pm, Fri, 26 September 25