Bank Holidays: આવતા અઠવાડિયે 4 દિવસ બેંક બંધ, ઝડપથી પતાવી લેજો બેંકને લગતા કામ, જુઓ ઓગસ્ટ મહિનાનું રજાનું આખુ લિસ્ટ

|

Aug 14, 2021 | 12:52 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રજા કેલેન્ડર મુજબ, વિવિધ તહેવારોને કારણે 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી કેટલાક શહેરોમાં બેન્કો બંધ રહેશે

Bank Holidays: આવતા અઠવાડિયે 4 દિવસ બેંક બંધ, ઝડપથી પતાવી લેજો બેંકને લગતા કામ, જુઓ ઓગસ્ટ મહિનાનું રજાનું આખુ લિસ્ટ
Bank Closed for 4 Days Next Week (File Picture)

Follow us on

Bank Holidays:આગામી સપ્તાહમાં તમારી બેંક શાખામાં જતા પહેલા, તમારે મહત્વના દિવસોની યાદી નોંધવી જોઈએ કે જેના પર બેંકો બંધ રહેશે. આવતા સપ્તાહે બેંકો 4 દિવસ બંધ રહેશે. તેથી, શક્ય તેટલી વહેલી તકે બેંકિંગને લગતા તમારા તમામ મહત્વપૂર્ણ કામ કરો. આગામી સપ્તાહે દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ કારણે બેંકોમાં રજા રહેશે. જો કે, તેમાં ઘણી પ્રાદેશિક રજાઓ પણ છે. મતલબ કે જો કોઈ રાજ્યમાં બેંકો બંધ રહેશે તો કોઈ રાજ્યમાં બેંકિંગ કાર્ય ચાલુ રહેશે. ઓગસ્ટ મહિનામાં બાકીના 15 દિવસમાં બેંકો કેટલા દિવસો માટે બંધ રહેશે, આવો જાણીએ.

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રજા કેલેન્ડર મુજબ, વિવિધ તહેવારોને કારણે 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી કેટલાક શહેરોમાં બેન્કો બંધ રહેશે. બેંકિંગ રજાઓ ચોક્કસ રાજ્યોમાં ઉજવવામાં આવતા તહેવારો પર આધાર રાખે છે અને રાજ્યથી રાજ્યમાં અલગ હોઈ શકે છે. 13 ઓગસ્ટે માત્ર ઈમ્ફાલમાં બેંક રજા છે. ત્યાં આ તારીખને દેશભક્ત દિવસ તરીકે ગણવામાં આવે છે.

તહેવારોને કારણે વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

14 ઓગસ્ટ બેંક રજા- રવિવાર સિવાય મહિનાના બીજા અને છેલ્લા શનિવારે તમામ બેન્કો બંધ છે. તેથી, 14 ઓગસ્ટ, બીજો શનિવાર હોવાથી તમામ બેન્કો બંધ રહેશે.

15 ઓગસ્ટ બેંક રજા- સાર્વજનિક રીતે જાહેર રજાને લઈ બંધ . 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે, જે આ વર્ષે રવિવારે આવી રહ્યો છે. પારસી નવા વર્ષે 16 ઓગસ્ટના રોજ બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકોમાં રજા રહેશે. રવિવાર તેમજ બીજા અને ચોથા શનિવાર સિવાય, અન્ય બે રજાઓ છે જે મોટાભાગના રાજ્યો અથવા શહેરો દ્વારા ઉજવવામાં આવે છે. આવી જ એક રજા 19 ઓગસ્ટ છે. મોહરમના કારણે મોટાભાગના રાજ્યોમાં બેન્કો 19 ઓગસ્ટ, 2021 ના ​​રોજ બંધ રહેશે. જન્માષ્ટમી નિમિત્તે મોટાભાગના રાજ્યોમાં બેંકો 30 ઓગસ્ટે રજા મનાવશે.

ઓગસ્ટના બાકીના દિવસોમાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે

19 ઓગસ્ટ: મોહરમ (ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યો)

20 ઓગસ્ટ: ઓણમ (કર્ણાટક, કેરળ, તમિલનાડુ)

21 ઓગસ્ટ: તિરુવોનમ (કેરળ)

22 ઓગસ્ટ 2021 – સાપ્તાહિક રજા (રવિવાર)

23 ઓગસ્ટ: શ્રી નારાયણ ગુરુ જયંતી (કેરળમાં રજા)

28 ઓગસ્ટ 2021 – ચોથો શનિવાર

29 ઓગસ્ટ 2021 – સાપ્તાહિક રજા (રવિવાર)

30 ઓગસ્ટ: જન્માષ્ટમી: (ગુજરાત, તામિલનાડુ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યો)

31 ઓગસ્ટ: શ્રી કૃષ્ણ અષ્ટમી (તેલંગાણા અને આંધ્રપ્રદેશ)

Next Article