
કરોડો વર્ષો પહેલા આ ધરતી પર પૈડાની શોધ થઈ. પૈડાની શોધ બાદ બળદગાડાથી લઈને બાઈક-કાર રસ્તાઓ પર સમયાંતરે દોડવા લાગ્યા. આધુનિક સમયમાં જ્યારે હવામાં ચાલતી ગાડીઓ અને બાઈક બની રહી છે, ત્યારે ટૂંક સમયમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગી શકે છે. ભારતમાં ડીઝલ વાહનો પર બેન લગાવવાની તૈયારી ચાલી રહી છે. ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની ઓઇલ મંત્રાલય હેઠળ ઊર્જા સંક્રમણ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી.
આજે સોમવારે આ સમિતિએ સૂચન આપ્યું છે કે ભારતમાં વર્ષ 2027 સુધી ડીઝલથી ચાલનારી ગાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. સમિતિ અનુસાર, 10 લાખથી વધારેની વસ્તી ધરાવતા શહેરોમાં ડીઝલથી ચાલનારી ગાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવો. તેના સ્થાને ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારી ગાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ.
આ સમિતિના હેડ તરુણ કપૂરે જણાવ્યું કે વર્ષ 2024થી ડીઝલ બસો પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. મીડિયા રિપોર્ટસ અનુસાર, વર્ષ 2030 સુધીમાં ફક્ત વીજળીથી ચાલનારી બસો હોવી જોઈએ. આ સિવાય સિટી ટ્રાન્સપોર્ટ માટે 2024થી ડીઝલ બસોને સામેલ કરવી જોઈએ. સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ સ્કીમ (FAME) સબસિડીને માર્ચ પછી લંબાવવાનું પણ વિચારવું જોઈએ. ઈલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ સમિતિએ વર્ષ 2024 સુધીમાં માત્ર ઈલેક્ટ્રિક બસોનું જ રજીસ્ટ્રેશન કરવાની સલાહ આપી છે.
સમિતિ અનુસાર, આવનારા 10થી 15 વર્ષો માટે ગેસને એક બદલાવ તરીકે ઉપયોગમાં લેવો જોઈએ. સમિતિ એ સલાહ આપી છે કે લાંબી યાત્રા માટેની બસો માટે ઈલેક્ટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ભારત દુનિયામાં સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરનારા દેશોમાંથી એક છે. વર્ષ 2070 સુધી ઝીરો કાર્બન એમિશનનો ટાર્ગેટ ચેઝ કરવા માટે દેશમાં કુલ વીજળીના 40 ટકા રિન્યૂબલ રિસોર્સ ઉત્પન કરો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:34 pm, Mon, 8 May 23