Baba Ramdev: બાબા રામદેવે મોર્ડન સાયન્સને ટેરેરિઝમ સાથે જોડ્તા કહ્યું, સન્યાસી એકલો નથી, લાખો-કરોડો લોકોનું વૈદિક જ્ઞાન અને અનુસંધાન તેમની સાથે

|

Jun 03, 2021 | 5:08 PM

Baba Ramdev :યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev)તેમના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.બાબા રામદેવ (Baba Ramdev)બોલ્યા કે, મૉર્ડન મેડિકલ સાયન્સ (Allopathic)માં ખુબ મોટો ગોટાળો છે. જેને ડ્રગ માફિયા બોલો, ફાર્મ માફિયા બોલો, મેડિકલ માફિયા બોલો કે પછી મેડિકલ ટેરેરિઝમ બોલો,  આ એક મોટું ષડયંત્ર છે.

Baba Ramdev: બાબા રામદેવે મોર્ડન સાયન્સને ટેરેરિઝમ સાથે જોડ્તા કહ્યું, સન્યાસી એકલો નથી, લાખો-કરોડો લોકોનું વૈદિક જ્ઞાન અને અનુસંધાન તેમની સાથે
BABA RAMDEV

Follow us on

Baba Ramdev : યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev)તેમના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બાબા રામદેવ (Baba Ramdev) બોલ્યા કે, મૉર્ડન મેડિકલ સાયન્સ (Allopathic)માં ખુબ મોટો ગોટાળો છે. જેને ડ્રગ માફિયા બોલો, ફાર્મ માફિયા બોલો, મેડિકલ માફિયા બોલો કે પછી મેડિકલ ટેરેરિઝમ બોલો,  આ એક મોટું ષડયંત્ર છે.

પંતજલિ યોગપીઠ (Patanjali)ના સંસ્થાપક સ્વામી રામદેવ મૌન રહેવાના તેમના નિવેદનથી પલટી મારી છે. તેમણે મૉર્ડન સાયન્સને (Allopathic) મેડિકલ ટેરેરિઝમ સાથે જોડતા કહ્યું કે, એકલો સંન્યાસી આની સાથે લડી શકતો નથી. લાખો-કરોડો લોકો વૈદિક જ્ઞાન અને અનુસંધાન તેમની પાછળ છે.

બાબા રામદેવે (Baba Ramdev) બુધવારના રોજ તેમના ફેસબુક પેજ (Facebook page) પર એક વીડિયો શેર કર્યો હતો. આ 40 મિનીટના વીડિયોમાં તેમણે કહ્યું કે, યોગ, આર્યુર્વેદ, નેચરોપેથી અને સનાતન સંસ્કૃતિની સચ્ચાઈ પર સીરિયલ શરુ કરવામાં આવી છે. વીડિયોમાં તેમની સાથે બીજા અન્ય સાધકો પણ છે.

 

 

બાબા રામદેવે (Baba Ramdev) કહ્યું કે, મૉર્ડન મેડિકલ સાયન્સમાં ખુબ મોટો ગોટાળો છે. જેને ડ્રગ માફિયા (Drug mafia)બોલો, ફાર્મ માફિયા બોલો, મેડિકલ માફિયા બોલો કે પછી મેડિકલ ટેરેરિઝમ (Medical Terrorism)બોલો આ એક મોટું ષડયંત્ર છે. જેના વિરુદ્ધ સંન્યાસી એકલો લડી શકતો નથી.

બાબા રામદેવે (Baba Ramdev) કોરોના વાયરસ (coronavirus)ને કારણે થતાં મૃત્યુ પાછળ એલોપેથીને જાહેરમાં કારણભૂત જણાવ્યું છે. યોગ ગુરુએ કહ્યું હતું કે, ‘એલોપથી (Allopathy)ની દવા ખાવાથી લાખો લોકો મરી ગયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે જેટલા લોકોના મોત નીપજ્યાં છે. તેનાથી વધારે એલોપેથીની દવાઓ (Allopathic medicines) આપવાને કારણે થયા છે.

 

Published On - 5:04 pm, Thu, 3 June 21

Next Video