Atique Ahmed : કાફલા સાથે ગાય અથડાતા અતિક અહેમદની વાન પલટી જતા બચી, જુઓ વાન સાથે ગાય અથડાતી હોવાનો VIDEO

|

Mar 27, 2023 | 2:33 PM

અતીક અહેમદની બહેને, અતીકના એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી છે. અતીક અહેમદની બહેને કહ્યું કે, ગઈકાલે જ મારા ભાઈએ તેના એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું. તેનો ડર સાચો છે. તેનું એન્કાઉન્ટર થઈ શકે છે.

મધ્યપ્રદેશના શિવપુરીમાં અતીક અહેમદની વાનને ગંભીર અકસ્માત થતા થતા રહી ગયો છે. એક સમયે તો બાહુબલી અતીકને પણ લાગ્યુ હશે કે ખેલ ખતમ. જ્યારે અતીક અહેમદની લઈને ઉતર પ્રદેશ પોલીસનો કાફલો શિવપુરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ગાય અતીક અહેમદની વાન સાથે અથડાઈ હતી. વાન ચલાવતા ડ્રાઈવરની સમય સુચકતાને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો ન હતો.

અતીક અહેમદને લઈને આવતો કાફલો આજે સવારે સાડા છ વાગ્યે રાજસ્થાનથી શિવપુરી જિલ્લાની સરહદમાં પ્રવેશ્યો હતો. કાફલામાં સામેલ તમામ વાહનો તેંડુઆ પોલીસ સ્ટેશન હેઠળના નેશનલ હાઈવે પરના ટર્નિંગ પોઈન્ટ પાસે સવારે 7:09 વાગ્યે રોકાઈ ગયા હતા અને અતીક અહેમદ પણ થોડી શંકા જતા અહીં નીચે ઉતર્યા હતા. આ દરમિયાન તેણે હાજર પ્રેસને કહ્યું – ‘શેનો ડર.’

આ પણ વાંચોઃ મીડિયાવાળાઓએ પૂછ્યું – શું તમને ડર લાગે છે ? બાહુબલી Atique Ahmed એ રોફથી કહ્યુ ‘શેનો ડર…’

બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ

કોર્ટના આદેશ પર, પ્રયાગરાજથી એસટીએફ સાથે પોલીસ અધિકારીઓ રવિવારે સવારે સાબરમતી જેલ પહોંચ્યા અને અતીકને તેમની કસ્ટડીમાં લેવા માટે કાગળની કાર્યવાહી શરૂ કરી. પોલીસ ટીમ અતીક અહેમદ સાથે ગઈકાલે સાંજે પોણા છ વાગ્યે, અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલથી ઉતર પ્રદેશના પ્રયાગરાજ જવા રવાના થઈ. અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. અતીકને લઈ જઈ રહેલા કાફલાએ અત્યાર સુધીમાં કુલ નવ સ્થળોએ નાનો મોટો વિરામ લીધો હતો.

અતીકના પરિવારજનોની આંખોમાં ડર, બહેને કહ્યું- ભાઈનું થઈ શકે છે એન્કાઉન્ટર

અતીક અહેમદની બહેને, અતીકના એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી છે. અતીક અહેમદની બહેને કહ્યું કે, ગઈકાલે જ મારા ભાઈએ તેના એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું. તેનો ડર સાચો છે. તેનું એન્કાઉન્ટર થઈ શકે છે. અતીક અહેમદની બહેને એમ પણ કહ્યું કે, મારા ભાઈની તબિયત સારી નથી. તેમ છતાં તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉતરપ્રદેશના પ્રયાગરાજ ખાતે લાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Atiq Ahmad History: એક સમયે આખું પૂર્વાંચલ તેનાથી ધ્રૂજતું હતું, જાણો અતીક અહેમદની સંપૂર્ણ કહાની

અતીક અહેમદની બહેને કહ્યું કે, તમે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદને ગુનેગાર ના કહી શકો. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવેદન બાદ અતીકનું એન્કાઉન્ટર થવાની આશંકા છે.

અતીક અહેમદનો કાફલો આજે સવારે સાડા છ વાગ્યે રાજસ્થાનથી શિવપુરી જિલ્લાની સરહદમાં પ્રવેશ્યો હતો. કાફલામાં સામેલ તમામ વાહનો તેંડુઆ પોલીસ સ્ટેશન હેઠળના નેશનલ હાઈવે પરના ટર્નિંગ પોઈન્ટ પાસે સવારે 7:09 વાગ્યે રોકાઈ ગયા હતા અને અતીક અહેમદ પણ થોડી શંકા જતા અહીં નીચે ઉતર્યા હતા. આ દરમિયાન તેણે હાજર પ્રેસને કહ્યું – ‘શેનો ડર.’

 

 

Published On - 12:02 pm, Mon, 27 March 23

Next Article