ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરની હત્યાના કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ એક્શન મોડમાં છે. હત્યાની તપાસ કરી રહેલી એસટીએફને મોટા પુરાવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માફિયા અતીકના આદેશ પર ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. સાબરમતી જેલમાંથી અતીક અહેમદે તેના શૂટરોને ઉમેશ પાલને મારી નાખવાની સૂચના આપી હતી.
જેલમાં રહેલા અશરફે પૂછપરછ દરમિયાન હત્યા માટે અતીકની સૂચનાની કબૂલાત કરી છે. અશરફ હાલ બરેલી જેલમાં બંધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે કયો શૂટર આ ઘટનાને અંજામ આપશે. તે જ સમયે, પ્રયાગરાજ પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા બદમાશોની ઓળખ કરીને એક યાદી તૈયાર કરી છે. આ યાદી પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA)ના અધિકારીઓને મોકલવામાં આવી છે.
પીડીએ અધિકારીઓ ગુનેગારોના ઘરનો નકશો સ્કેન ચેક કરી રહ્યા છે. બુલડોઝર ટૂંક સમયમાં ગુનેગારોના ઘરો પર જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો, ધુમાનગંજ વિસ્તાર અને સિવિલ લાઈન્સમાં કેટલીક બિલ્ડીંગ અને મકાનોની ઓળખ કરવામાં આવી છે. તે જ સમયે, એવા સમાચાર છે કે અતીક અહેમદના સહયોગીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
આ મામલામાં બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે, પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસના સાક્ષી અને તેમના એક સુરક્ષાકર્મીની હત્યામાં પૂર્વ સાંસદ અતીક અહેમદની પત્ની આરોપી સાબીત થતા તનેન બસપામાંથી કાઢવામાં આવશે. શાઇસ્તા હાલમાં BSPમાં છે. રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સિક્યોરિટી ગાર્ડની હત્યા માટે પરવીન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અતીક અને તેના બે પુત્રો પણ આરોપી છે.
2005 માં, ઉમેશ પાલ, જેઓ તત્કાલીન બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મહત્વપૂર્ણ સાક્ષી હતા અને તેમના સુરક્ષા ગાર્ડની 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માફિયા અતીક અહેમદ રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે અને તે હાલમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.