અતિક અહેમદનો યુપી પોલીસનો કાફલો સલામતી સાથે પ્રયાગરાજથી ગુજરાતની સાબરમતી જેલ પહોંચ્યો છે. હવે અતિકને સાબરમતી જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખવામાં આવશે. મહત્વ છે કે, અહીં આરોપી આતિક અહેમદને કેદી નંબર 17052 ફાળવવામાં આવ્યો છે. પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે સજા ફટકાર્યા બાદ અતીક અહેમદને ફરીથી ગુજરાતની સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે તે તેની આગામી સજા અહીં જ ભોગવશે. યુપી પોલીસનો કાફલો બુધવારે રાત્રે અતીકને લઈને સાબરમતી જેલ પહોંચ્યો હતો. પ્રયાગરાજથી સાબરમતી જેલમાં લઈ જવામાં લગભગ 24 કલાકનો સમય લાગ્યો હતો.
યુપી પોલીસની ટીમ મંગળવારે રાત્રે લગભગ 8.45 વાગ્યે અતિકને લઈ પ્રયાગરાજની નૈની જેલથી નીકળી હતી. અહીંથી પોલીસ કાફલો લગભગ 11.40 વાગ્યે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર પહોંચ્યો હતો. અહીંથી કાફલો બાંદાથી હમીરપુરની સરહદમાં પ્રવેશ્યો. જ્યારે તેને વજ્ર વાહનમાંથી નીચે ઉતારવામાં આવ્યો ત્યારે તે મૂછ લહેરાવતો બહાર આવ્યો. મીડિયાએ તેને સવાલ કરતા તેમણે કહ્યું કે હું દોષિત નથી, હું હાઈકોર્ટમાં જઈશ.
છેલ્લા કેટલાય સમયથી એટલે કે જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે. SPના પૂર્વ ધારાસભ્ય અતિક અહેમદ વિરુદ્ધ 100થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તાજેતરમાં જ તેને 2006ના BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. ગયા મહિને પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અતીક અહેમદને સજા સંભળાવનાર જજની વધારી દેવામાં આવી સુરક્ષા, જાણો કારણ
હાલનો મુખ્ય ચર્ચિત ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટે અતીકના ભાઈ અશરફને નિર્દોષ જાહેર કર્યો હતો. આ પછી તેને બરેલી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. અહીં મીડિયા સાથે વાત કરતા અશરફે આરોપ લગાવ્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અશરફે કહ્યું હતું કે એક અધિકારીએ ધમકી આપી છે કે તેને 2 અઠવાડિયામાં જેલમાંથી બહાર લઈ જઈને નિકાલ કરવામાં આવશે. અતીકને મળેલી સજા અંગે તેણે કહ્યું હતું કે આ ચુકાદા સામે હાઈકોર્ટ સુધી જશે.
પ્રયાગરાજ પોલીસ ઈચ્છતી હતી કે અતિક અહેમદને નૈની જેલમાં જ રાખવામાં આવે. પરંતુ ખુદ પોલીસે કહ્યું હતું કે જો આમ કરવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે. આથી અતિકને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. જોકે તેને સજા સંભળાવ્યા બાદ તેને કહ્યું કે મારે અહીની જેલમાં નથી રહેવું મને સાબરમતી જેલ મોકલો
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…