
માફિયા બંધુ અતીક અને અશરફ અહેમદની હત્યા કરનારા ત્રણ શૂટર્સને રવિવારે સાંજે જ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણેય હત્યારાઓને પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતા. બંને ભાઈઓની હત્યા કર્યા બાદ ત્રણેય હત્યારાઓએ સ્થળ પર જ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ STF અને જિલ્લા પોલીસે ત્રણેય શૂટરોની લગભગ 17 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં શૂટર્સને 22 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અતીક-અશરફ હત્યા કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિષ્ણાતોની સમિતિ બનાવી તપાસની કરાઈ માંગ
15 એપ્રિલની રાત્રે જરૂરી પુછપરછ બાદ સ્વસ્થ થયા પછી, અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને મેડિકલ ટેસ્ટ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, ત્યારે જ ત્રણ શૂટર્સ લવલેશ તિવારી, મોહિત ઉર્ફે સની અને અરુણ કુમાર મૌર્યે ઓચિંતો હુમલો કરીને બન્નેની હત્યા કરી. 16 સેકન્ડમાં 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં અતીક અને અશરફનું ઘટનાસ્થળે જ મોત થયું. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ત્રણેએ આત્મસમર્પણ કર્યું હતું.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…