ATF Price Today: પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં આજે સતત 11મા દિવસે કોઈ ઉછાળો જોવા મળ્યો નથી. જોકે, જેટ ફ્યુઅલ (Jet Fuel)ની કિંમતમાં વધારો થયો છે. જેટ ઈંધણની કિંમત 277 રૂપિયા વધીને 113202.33 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. 16 એપ્રિલથી નવી કિંમત કોલકાતામાં 117753.60 રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 117981.99 રૂપિયા પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં 116933.49 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ તેજી બાદ દેશમાં જેટ ફ્યુઅલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે એટીએફ એટલે કે એર ટર્બાઈન ઈંધણના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પહેલા 1 એપ્રિલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જેટ ફ્યુઅલ એટલે કે ATFની કિંમત 2 ટકા વધીને 112925 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી સ્થાનિક એરલાઈન્સ માટે રાજધાની દિલ્હીમાં ATFની કિંમત વધીને $1130.88 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ કિંમત કોલકાતામાં $1171.06 પ્રતિ કિલોલીટર, મુંબઈમાં $1127.36 પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં $1126 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.
અગાઉ 1 એપ્રિલે જેટ ફ્યુઅલની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. 1 એપ્રિલે રાજધાની દિલ્હીમાં જેટ ફ્યુઅલ એટલે કે એટીએફની કિંમત 2 ટકા વધીને 112925 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી. પહેલા આ કિંમત 110666 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી. બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતના આધારે દર મહિનાની 1લી અને 16મી તારીખે જેટ ઈંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે.
દેશની મોટી ઓઈલ કંપનીઓએ 16 એપ્રિલ શનિવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત 11મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે 22 માર્ચથી 6 એપ્રિલ સુધી દેશમાં પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. 6 એપ્રિલથી કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
જેટ ઈંધણની કિંમતમાં વધારો થવાથી એરલાઈન્સ પર ભાડામાં વધારો કરવાનું દબાણ છે. જો કે, ભાડામાં વધારાની કોરોના પછી ચાલી રહેલી એરલાઇન પર નકારાત્મક અસર પડશે. એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે 12 રાજ્યોમાં ઈંધણ પર 10-30 ટકા વેટ લાગે છે. અમે આ રાજ્યોના સતત સંપર્કમાં છીએ. આ સિવાય નાણા મંત્રાલયને જેટ ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા માટે પણ અપીલ કરવામાં આવી છે.